Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજ્યમાં 5 વર્ષ બાદ રવિવારે પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા લેવામાં આવી હતી. ધોરણ 1થી 5માં શિક્ષક બનવા માટે ટેટ-1 અને ધોરણ 6થી 8ના શિક્ષક બનવા માટે ટેટ-2ની પરીક્ષા લેવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં 110 કેન્દ્ર અને 975 બ્લોકમાં ટેટ-1ની પરીક્ષાનું આયોજન કરાયું હતું. રાજ્યના હજારો ઉમેદવારો લાંબા સમયથી આ પરીક્ષાની રાહ જોઈ રહ્યા હતા.


TET-1ની પરીક્ષા માટે સમગ્ર રાજ્યમાંથી 87 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે TET-2ની પરીક્ષા માટે 2.72 લાખ જેટલા ઉમેદવારો નોંધાયા છે. રવિવારે લેવાયેલી ટેટ-1ની પરીક્ષામાં રાજકોટ જિલ્લામાં કુલ નોંધાયેલા 19481 પૈકી 16370 ઉમેદવાર હાજર રહીને પરીક્ષા આપી હતી જ્યારે 3111 ઉમદવાર ગેરહાજર રહ્યા હતા. આ પરીક્ષા દરમિયાન કોઈ કોપીકેસ કે ગેરરીતિના બનાવ બન્યા ન હતા.

રવિવારે પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટેની ટેટ-1ની પરીક્ષા લેવાયા બાદ હવે આગામી 23મી એપ્રિલે રાજકોટ સહિત રાજ્યભરમાં ટેટ-2ની પરીક્ષા લેવાશે. આ પરીક્ષાના ઉમેદવારોએ ઓજસની વેબસાઇટ પરથી એપ્લીકેશન સહિતની વિગતો ભરીને હોલટિકિટ ડાઉનલોડ કરવાની રહેશે.