22 એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન સતત ધમકીભર્યાં નિવેદનો આપી રહ્યું છે. હુમલાના બીજા જ દિવસે ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કરી, ત્યાર બાદ પાકિસ્તાની મંત્રીઓ અને અધિકારીઓએ ભારતને યુદ્ધની ધમકી આપી છે.
પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના સાંસદ પલવાશા ખાને અયોધ્યામાં બાબરી મસ્જિદનો પાયો નાખવાની વાત કરી, તો બિલાવલ ભૂટ્ટોએ લોહી વહેવાની વાત કરી આડકતરી રીતે જંગનું એલાન કરી દીધું. જ્યારે રેલવેમંત્રીએ તો એટોમિક બોમ્બના નામ ગણાવી દીધા.