પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલનું મંગળવારે 95 વર્ષની વયે નિધન થયું. શુક્રવારે સવારે તેમની તબિયત બગડતાં તેમને મોહાલીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેઓ 5 વખત પંજાબના મુખ્યમંત્રી રહ્યા.
જૂન 2022માં પણ તેમને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા સમય બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સપ્ટેમ્બર 2022માં, તેમની તબિયત ફરીથી બગડતાં તેમને પીજીઆઈ ચંદીગઢમાં દાખલ કરવામાં આવ્યા હતા.
ગત વિધાનસભા ચૂંટણીથી નિષ્ક્રિય
બાદલ 2022માં પંજાબ વિધાનસભાની ચૂંટણી હારી ગયા હતા. તેમની રાજકીય કારકિર્દીની આ પ્રથમ હાર હતી. વૃદ્ધાવસ્થાના કારણે તેઓ ચૂંટણી લડવા માગતા ન હતા, પરંતુ પુત્ર સુખબીર બાદલના કહેવા પર અને પંજાબમાં અકાલી દળની દયનીય સ્થિતિ જોઈને પ્રકાશ સિંહ બાદલ ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.