રાજકોટ જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગ બનાવવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થઇ ગયા બાદ તમામ કચેરીઓને કોર્ટ બિલ્ડિંગમાં ખસેડવાનો નિર્ણય લોકસભાની ચૂંટણીના જાહેરનામા પૂર્વે લેવાયો હતો. જે આગામી સોમવાર અથવા મંગળવારે કોર્ટ બિલ્ડિંગનો કબજો મળી ગયા બાદ તમામ કચેરીઓના સ્થળાંતરની કામગીરી હાથ ધરાશે તેમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ પ્રવિણાબેન રંગાણી અને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર સંદીપ મહલે જણાવ્યું હતું કે, જિલ્લા પંચાયતના નવા બિલ્ડિંગનું કામ ટૂંક સમયમાં શરૂ કરવાનું હોય તેથી તમામ કચેરીઓ નવા કોર્ટ બિલ્ડિંગમાં વૈકલ્પિક રૂપે ખસેડાશે છે. જેથી કોર્ટ બિલ્ડિંગના છ માળ ફાળવવામાં આવનાર છે તેનો હુકમ સોમવારે અથવા મંગળવારે થઇ જશે. આર એન્ડ બી વિભાગની મંજૂરી મળી ગયા બાદ જિલ્લા પંચાયતની તમામ કચેરીઓ ખસેડવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.