વાપી નજીક ટુકવાડાથી બગવાડા સુધી અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે નં.48 પર શુક્રવારે 1 કિ.મી.સુધી વાહનોની લાંબી કતારો લાગી ગઇ હતી. બગવાડા નવો બ્રિજ કામ માટે બંધ કરવામાં આવ્યો હતો.આ સાથે ટુકવાડા અંડરપાસની કામગીરી ચાલુ હોવાથી ભારે ટ્રાફિક જામ થયો હતો.
1 કિ.મી.સુધી વાહનોની લાંબી કતારો લાગી
અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે સ્થિત વાપીથી વલસાડ સુધીમાં ત્રણ સ્થળોએ કામ ચાલી રહ્યું છે. જેમાં વાપી છરવાડા ક્રોસિંગ પાસે અંડરપાસ બની રહ્યો છે. હાઇવે પર ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.ટુકવાડા હાઇવે પર પણ અંડરપાસ બની રહ્યો છે. બગવાડા બ્રિજ હાઇવેના જોડાણની કામગીરી પણ ચાલુ છે. એક સાથે હાઇવે પર ત્રણ સ્થળોએ કામગીરી ચાલુ હોવાથી ટ્રાફિકનો પ્રશ્ન રહેશે એવું અધિકારીઓ જણાવી રહ્યાં છે. અહીં લોકો દ્વારા તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ થઈ રહી છે.