ઇક્વિટી માર્કેટની સાથે-સાથે પ્રાઇમરી માર્કેંટમાં પણ રોકાણકારોને કમાણી જ કમાણી છે. વિદેશી રોકાણકારોની આક્રમક એન્ટ્રીથી સ્થાનિક બજારને વધુ સપોર્ટ મળતા માર્કેટ દૈનિક ધોરણે નવી ઉંચાઇ પહોંચી રહ્યાં છે. તેજીના કારણે પ્રાઇમરી માર્કેટમાં લિસ્ટ થનારા આઇપીઓને પણ મજબૂત સપોર્ટ મળી રહ્યો છે.
આજે કુલ 9 આઇપીઓનું લિસ્ટિંગ થવાનું છે જેમાં 6 એસએમઇ અને ત્રણ મેઇનબોર્ડના આઇપીઓ છે. નિષ્ણાતોના અહેવાલ મુજબ રોકાણકારોને લિસ્ટીંગના દિવસે સરેરાશ 10 થી 65 ટકા સુધીનું રિટર્ન મળે તેવી શક્યતા છે. ભારતીય શેરબજારમાં વિદેશી નાણાકીય સંસ્થાઓ દ્વારા શુક્રવારે 14064 કરોડની ખરીદી કરવામાં આવી છે.
સપ્ટેમ્બર મહિનામાં જ વિદેશી રોકાણકારો દ્વારા સરેરાશ 27000 કરોડના શેરોની ભારતીય શેર બજારમાં ખરીદી કરવામાં આવી છે. જેને લઈને શેર બજારમાં તેજીને સપોર્ટ મળી રહ્યો છે.
માર્કેટ એનાલિસ્ટ પરેશ વાઘાણીના મતે આ સપ્તાહમાં વધુ 10 આઇપીઓ આવી રહ્યાં છે જેને ધ્યાનમાં લેતા રેકોર્ડ તરફ આગળ વધી રહ્યું છે. પ્રાઇમરી માર્કેટમાં 5000 કરોડના આઈપીઓ સબસ્ક્રીપ્સન થવા તે એક સામાન્ય થઈ રહ્યું છે.