છેતરપિંડી કરનારાઓ તમારા આધાર અને પાનકાર્ડ વડે કૂલર, ટીવી, ફ્રિજ અને લેપટોપ સહિતની અન્ય ઈલેક્ટ્રોનિક વસ્તુઓ ખરીદી રહ્યા છે અને દર મહિને હપ્તા ન મળવાના કારણે તમે પોલીસના ટાર્ગેટ પર આવી રહ્યા છો. રાંચીમાં આવા પાંચ કેસ સામે આવ્યા બાદ ચૂટિયા પોલીસ સ્ટેશનમાં પાંચ લોકો સામે છેતરપિંડીનો ગુનો નોંધાયો છે. આ ફરિયાદ લોન પર હોમ એપ્લાયન્સ આપતી બજાજ ફાઈનાન્સના ડેપ્યુટી એરિયા મેનેજર સુધીરે નોંધાવી છે. આરોપીઓમાં વસીમ ખાન, ફરીદા પરવીન, અરુણ મંડલ, આબિદા અને બિનુ સામેલ છે. આ તમામ સામે 9મેના રોજ કલમ 406, 420, 467, 468, 471 અને 34 હેઠળ FIR નોંધાઈ છે.
જાન્યુઆરી 2023માં ક્લબ રોડ સ્થિત નેશનલ ઇલેક્ટ્રોનિક દુકાનથી વસીમ ખાને રૂ. 53,000 રૂપિયાનું એલઇડી ટીવી, ફરીદા પરવીને રૂ. 42,000નું એલઇડી ટીવી અને અરુણ મંડલે રૂ.49,000માં એલઇડી ટીવી લોન પર ખરીદ્યુંં. આ પછી જ્યારે પ્રથમ હપ્તો ભરવાનો સમય આવ્યો, ત્યારે ત્રણેય ગ્રાહકોની EMI બાઉન્સ થઈ ગઈ. જ્યારે ત્રણેય ગ્રાહકોના લોન અરજી ફોર્મ ચેક કરાયા ત્યારે જાણવા મળ્યું કે તેમના આધાર અને પાન કાર્ડમાં ડિલિવરી એડ્રેસ અલગ છે. પૂછપરછ પર તે લોકોએ કહ્યું કે બજાજ ફાઇનાન્સમાંથી કોઈ વસ્તુ લોન પર ખરીદી નથી. વસીમ ખાનને મોબાઈલ ફોન લેવાનો હતો. આ માટે તેણે તેના દૂરના સંબંધીઓ આબિદ અને બિનુનું આધાર કાર્ડ લીધું હતું.