ઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC)એ ગુરુવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કર્યું છે. નેતન્યાહુ પર ગાઝામાં યુદ્ધ અપરાધોનો આરોપ છે. આ મામલામાં ઇઝરાયલના પૂર્વ રક્ષા મંત્રી યોવ ગાલાંટ અને હમાસના પૂર્વ કમાન્ડર મોહમ્મદ દૈફ વિરુદ્ધ પણ વોરંટ જારી કરવામાં આવ્યું છે.
વોરંટ જારી કરતાં ICCએ કહ્યું કે ગાઝામાં પેલેસ્ટિનિયનો સામે ભૂખમરો અને અત્યાચાર માટે નેતન્યાહૂ અને ગેલન્ટને જવાબદાર ઠેરવવા માટે નક્કર આધારો છે.
વોરંટમાં મોહમ્મદ દૈફ પર 7 ઓક્ટોબરે ઇઝરાયલમાં સામૂહિક હત્યા, બળાત્કાર અને લોકોને બંધક બનાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. જોકે, ઇઝરાયલે દાવો કર્યો હતો કે તેણે જુલાઈમાં થયેલા હુમલામાં મોહમ્મદ દૈફને માર્યો હતો.