મેષઃ-
પોઝિટિવઃ- તમે ભાવનાત્મક રીતે સશક્ત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન પણ અનુભવ કરશો.
નેગેટિવઃ- અચાનક કોઈ મુશ્કેલી અને સમસ્યા ઊભી થઈ શકે છે. સમજણ અને સાવધાની સાથે તમે તેમાંથી બહાર આવી જશો. નકારાત્મક પ્રવૃત્તિના લોકો સાથે સંપર્કમાં રહેવું તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- જમીન-જાયદાદ અને રોકાણ જેવી ગતિવિધિઓમાં તમે વ્યસ્ત રહી શકો છો. ઉત્તમ સમાચારની પણ પ્રાપ્તિ થઈ શકે છે. તમે દરેક કાર્યોમાં રસ લઈને તમારી ક્ષમતાઓ પ્રમાણે કામને અંજામ આપશો.
નેગેટિવઃ- બધું જ ઠીક હોવા છતાંય મનમાં નકારાત્મક વિચાર ઊભા થઈ શકે છે. થોડો સમય પ્રકૃતિ સાથે અને મેડિટેશનમાં પસાર કરવો તમને સુકૂન આપશે. યુવાઓને તેમના કરિયરને લગતા કાર્યોમાં વધારે ધ્યાન આપવાની જરૂરિયાત છે.
વ્યવસાયઃ- વ્યાવસાયિક ગતિવિધિઓમાં વધારો થશે.
લવઃ- પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય થોડું ઢીલું રહી શકે છે.
--------------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- માનસિક રીતે તમે પોતાને મજબૂત અનુભવ કરી શકો છો. તમે તમારા વ્યક્તિત્વને નિખારવા પ્રત્યે ખાસ ધ્યાન આપશો. કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિને મળ્યા પછી લાભદાયક યોજનાઓ બનશે.
નેગેટિવઃ- ધનને લગતા મામલે કોઈ પ્રકારનું સમાધાન ન કરો. વાહન કે ઘરના સમારકામને લગતાં કાર્યોમાં વધારે ખર્ચના કારણે બજેટ ખરાબ થઈ શકે છે. પોતાના સંબંધીઓ સાથે સારા સંબંધ જાળવી રાખવા માટે મહેનત કરવાની જરૂરિયાત રહેશે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારનું સ્થાન કે કાર્ય પ્રણાલીમાં પરિવર્તન કરવાની જરૂરિયાત છે.
લવઃ- પરિવાર સાથે સુખ-સુવિધાને લગતી વસ્તુઓ અને શોપિંગમાં સમય પસાર થશે.
સ્વાસ્થ્યઃ- સિઝનલ બીમારીઓ પરેશાન કરી શકે છે.
--------------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- તહેવારમાં વ્યસ્ત રહી શકો છો. આજે કોઈ કામમાં સારી સફળતા મળવાથી ઉત્સાહ વધારે રહેશે. જેથી દિવસભર થાક પણ ભૂલી જશો. કોઈપણ પ્રકારની સ્પર્ધાના ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત કરવાની ઉત્તમ શક્યતા છે.
નેગેટિવઃ- કરિયર અને વ્યક્તિગત કાર્યોમાં તમે તમારા અહંકારને આડે આવવા દેશો નહીં. નહીંતર બનતું કામ ખરાબ થઈ શકે છે. વધારે ઉતાવળ અને ઉત્તેજનાના કારણે કોઈ સાથે સંબંધ ખરાબ થઈ શકે છે.
વ્યવસાયઃ- કોઈ મહત્ત્વપૂર્ણ વ્યક્તિ સાથે મુલાકાત તમારા વેપારમાં મદદગાર સાબિત થઈ શકે છે.
લવઃ- પારિવારિક વાતાવરણ મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય સારું રહી શકે છે.
--------------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- આજે ભાગ્ય તમારા પક્ષમાં છે. લાભના નવા માર્ગ બનશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઈ ચિંતા દૂર થઈ શકે છે જેનાથી માનસિક શાંતિ મળી શકે છે. આર્થિક મામલે ઠોસ અને મહત્ત્વપૂર્ણ નિર્ણય પણ સફળ રહેશે.
નેગેટિવઃ- તમારા વિરોધીઓની ગતિવિધિઓને ઇગ્નોર ન કરો. નાની વાતે કોઈની સાથે વિવાદ થઈ શકે છે. પોતાના સ્વભાવને સંયમિત રાખવો જરૂરી છે. બાળકોની પરેશાની દૂર કરવા માટે તેમની સાથે થોડો સમય પસાર કરો.
વ્યવસાયઃ- વ્યાપારિક ગતિવિધિઓ યોગ્ય રીતે ચાલતી રહેશે,
લવઃ- જીવનસાથી સાથે થોડા વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- તણાવના કારણે થાક અને નબળાઈ રહી શકે છે.
--------------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- આજે કોઈ સપનું સાકાર થવાથી માનસિક રીતે સુકૂન મળી શકે છે. સમય ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, તેનો ભરપૂર સહયોગ કરો. જો કોઈ નવું મકાન કે પ્રોપર્ટી લેવાનું વિચારી રહ્યા છો તો તમારો નિર્ણય ખૂબ જ યોગ્ય છે.
નેગેટિવઃ- કામ વધારે રહી શકે છે. મહેનતની જગ્યાએ પરિણામ ઓછું પ્રાપ્ત થઈ શકે છે. વિદ્યાર્થીઓ વિચારવામાં વધારે સમય લગાવી શકે છે. જેના કારણે કોઈ સફળતા હાથમાંથી સરકી શકે છે.
વ્યવસાયઃ- કારોબારી સ્ત્રીઓ ખાસ કરીને પોતાના વ્યવહાર ઉપર વધારે ધ્યાન રાખશે.
લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથેના સંબંધો મધુર જળવાયેલાં રહેશે.
સ્વાસ્થ્યઃ- પેટને લગતી કોઈ પ્રકારની મુશ્કેલી ઊભી થઈ શકે છે.
--------------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- તમે તમારા વ્યવહાર તથા મૃદુભાષિતા દ્વારા ખરાબ સંબંધોને સુધારવામાં સફળ રહેશો. તમારા પોઝિટિવ વિચાર જેવા ભાગ્યની અપેક્ષાએ કર્મ ઉપર વિશ્વાસ કરવો તમારા માટે સ્વાભાવિક જ ઉત્તમ પરિસ્થિતિઓ ઊભી કરશે.
નેગેટિવઃ- ક્યારેક તમારું મનમોજી સ્વભાવ અન્ય લોકો માટે પરેશાનીનું કારણ બની શકે છે. ઘરમાં પણ પારિવારિક સભ્યો સાથે કોઈ નાની વાતને લઈને ગેરસમજ ઊભી થઈ શકે છે.
વ્યવસાયઃ- આ સમયે તમારી કોઈ એવી વાત ઉજાગર થઈ શકે છે.
લવઃ- પતિ-પત્ની વચ્ચે અહંકારને લઈને કોઈ વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આજે છેલ્લાં થોડા સમયથી ચાલી રહેલા વિઘ્નોને દૂર કરવામાં સફળ રહેશે. જેથી તમારામાં આત્મ સંતુષ્ટિનો પણ ભાવ રહેશે. રાજનૈતિક અને સામાજિક ગતિવિધિઓમાં ખાસ યોગદાન રહેશે
નેગેટિવઃ- ધ્યાન રાખો કે કોઈ પોતાના જ નજીકના મિત્ર દગો આપી શકે છે. યુવાઓની કરિયર પ્રત્યે બેદરકારી ભવિષ્ય માટે નુકસાનદાયી સાબિત થઈ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત ઉન્નતિ અને જીત માટે મદદગાર રહેશે.
લવઃ- પતિ-પત્નીમાં સંબંધ વધારે ગાઢ બનશે.
સ્વાસ્થ્યઃ- વાહન કે મશીન જેવા સાધનોનો સાવધાનીપૂર્વક ઉપયોગ કરો
--------------------------------
ધનઃ-
પોઝિટિવઃ- સમય માન અને પ્રતિષ્ઠાવર્ધક છે. ધર્મ-કર્મ અને આધ્યાત્મિક કાર્યો પ્રત્યે રસ રહેશે. વેપાર, ઘર અને દુનિયાદારી વચ્ચે સારું સંતુલન જાળવી રાખવું.
નેગેટિવઃ- કોઈ નજીકના મિત્રની નકારાત્મક ગતિવિધિથી તમને આઘાત કે ધક્કો લાગી શકે છે. ગાડી અથવા મકાનને લગતા પેપર સાચવીને રાખો. ક્યારેક-ક્યારેક કોઈ ખાસ વિષય ઉપર જાણવાની ઇચ્છા તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે.
વ્યવસાયઃ- કોઈ પ્રકારની વ્યવસાયિક પ્રતિસ્પર્ધામાં હાર થઈ શકે છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધો વધારે મધુર રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- યૂરિન ઇન્ફેક્શન જેવી સમસ્યા ઊભી થઈ શકે છે.
--------------------------------
મકરઃ-
પોઝિટિવઃ- તમારી દિનચર્યાને વ્યવસ્થિત રાખીને તમારી ખાસ પ્રતિભાને જાગૃત કરવામાં સમય પસાર થશે. ખાસ કરીને વિદ્યાર્થીઓને તેમની પરીક્ષામાં સફળતા પ્રાપ્ત થશે.
નેગેટિવઃ- વધારે આત્મ કેન્દ્રિત થવાથી નકારાત્મક અસર તમારા વ્યક્તિગત તથા પારિવારિક જીવન ઉપર પડશે. કોઈ ધાર્મિક ઉત્સવમાં ગેરસમજના કારણે કોઈ સાથે વિવાદ પણ થઈ શકે છે.
વ્યવસાયઃ- કાર્યક્ષેત્રમાં કાર્યો વચ્ચે થોડા વિઘ્નો આવી શકે છે.
લવઃ- જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઉત્તમ રહી શકે છે.
--------------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા ઉપર રહેશે. કોઈ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી મનમાં સુખ રહેશે. તમારા સિદ્ધાંતો સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ન કરો
નેગેટિવઃ- ભાઈઓ સાથે સંબંધ મધુર જાળવી રાખો. કેમ કે કોઈ પ્રકારનો વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓનું ધ્યાન અભ્યાસથી ભટકીને ખોટા કાર્યોમાં લાગી શકે છે. જેથી કોર્સ પૂર્ણ કરવામાં મુશ્કેલીઓ આવી શકે છે.
વ્યવસાયઃ- મશીન કે તેલને લગતા વેપારમાં ભરપૂર લાભ મળી શકે છે.
લવઃ- વધારે કામ હોવાના કારણે પરિવાર ઉપર ધ્યાન આપી શકશો નહીં
સ્વાસ્થ્યઃ- ગળાને લગતી પરેશાની રહી શકે છે.
--------------------------------
મીનઃ-
પોઝિટિવઃ- તમારી સમજણ અને બુદ્ધિમત્તા દ્વારા પોતાના કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. કાર્યને યોજનાબદ્ધ રીતે કરવું તમને ખાસ સફળતા આપી શકે છે. ઘરમાં મિત્રો કે મહેમાનોનું આગમન થઈ શકે છે.
નેગેટિવઃ- વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પ્રત્યે કોઈપણ પ્રકારનો સમજોતો ન કરે. નહીંતર પરિણામ ખરાબ થઈ શકે છે. પોતાના સ્વભાવને સહજ અને સંતુલિત જાળવી રાખો. કેમ કે ગુસ્સાથી પરિસ્થિતિ વધારે ખરાબ થઈ શકે છે.
વ્યવસાયઃ- ખાનપાનને લગતો વેપાર ધીમે-ધીમે વ્યવસ્થિત થઈ રહ્યો છે.
લવઃ- પતિ-પત્નીના એકબીજા સાથે સંબંધો સારા રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- ખરાબ ખાનપાનના કારણે ગેસ અને પેટ ખરાબ થવાની સ્થિતિ રહી શકે છે.