દેશમાં જાન્યુઆરી-સપ્ટેમ્બર દરમિયાન આઠ શહેરોમાં રિટેલર્સ દ્વારા વધુ માંગને કારણે રીટેલ સ્પેસનું લીઝિંગ 46% વધીને 4.73 મિલિયન સ્ક્વેર ફૂટ રહ્યું છે. જ્યારે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન 3.23 મિલિયન સ્ક્વેર ફૂટ જગ્યા ભાડે આપવામાં આવી હતી. ખાસ કરીને શોપિંગ મોલ્સ તેમજ રિટેલ પ્રોપર્ટીની માંગ વધુ રહી હતી.
શહેરોની દૃષ્ટિએ, બેંગ્લુરુ, દિલ્હી-NCR અને પુણેમાં સૌથી વધુ 61% લીઝિંગ પ્રવૃત્તિ જોવા મળી હતી. CBREના CEO અને ચેરમેન અંશુમાન મેગેઝિને જણાવ્યું હતું કે રિટેલ સ્પેસ લીઝિંગ અને સપ્લાયમાં નોંધપાત્ર ગ્રોથ જોવા મળ્યો છે. નવી ઉપલબ્ધ જગ્યાઓમાં વૃદ્ધિ તેમજ તહેવારોની સીઝન શરૂ થવાને કારણે જગ્યાનો ઉપયોગ વધ્યો છે.