માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવા માટે બાળકોને શાળામાં ‘બ્રોમેન્સ પાઠ’ અંગે માહિતી આપવી જોઇએ. બ્રોમેન્સ એટલે કે બાળકો સાથે રહે અને પોતાની લાગણીઓ પરસ્પર ઉજાગર કરે તે માટે પ્રેરિત કરવા જોઇએ. તેમ બ્રિટેનના લેખક, શિક્ષક અને સંશોધક મેટ પિંકેટનું કહેવું છે. તેમના પુસ્તક ‘બોયઝ ડુ ક્રાય: ઇમ્પ્રૂવિંગ બોયઝ મેન્ટલ હેલ્થ એન્ડ વેલબીઇંગ ઇન સ્કૂલ’માં આગ્રહ કરાયો છે કે, શાળાઓ દ્વારા બાળકોને ગુસ્સા પર નિયંત્રણ રાખવા, મિત્રતા કેળવવા અને સાથીઓ સાથે વાર્તાલાપ કરવા જેવી બાબતો અંગે સજાગ રાખવા જોઇએ.
સરકારી આંકડાઓ અનુસાર બ્રિટનમાં 2020માં 10થી 19 વર્ષની વય વચ્ચેના 264 લોકોએ આત્મહત્યા કરી હતી. જેમાં 72% લોકો છોકરાઓ હતા. પિંકેટે શિક્ષકોને વિનંતી કરી છે કે ઉગ્ર ગુસ્સાને નિયંત્રિત કરવામાં બાળકો, કિશોરોને મદદ કરે. તેમની માનસિક સ્થિતિને ઊંડાણપૂર્વક સમજો. ગુસ્સાને કાબૂમાં રાખવા પ્રેરણા આપો.
પિંકેટ માનવું છે કે શિક્ષકોએ પણ પુરુષ વર્તનને સામાન્ય બનાવવું જોઈએ. પુરૂષ શિક્ષકોએ બાળકો, કિશોરોની ભરપૂર વખાણ કરવા જોઇએ. જેથી તેમનામાં એકબીજાને સાંભળવાની આદત પડે અને ભાવનાત્મકતા વધે.