દેશમાં તહેવારોની સીઝન પહેલા ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2023 દરમિયાન 1.2 લાખથી વધુ નોકરી માટે ખાલી પદો સાથે ભરતીની માંગ વધી હતી. અગ્રણી જોબ અને પ્રોફેશનલ નેટવર્કિંગ પ્લેટફોર્મ અપના ડોટ કોમ અનુસાર જુલાઇ-સપ્ટેમ્બર 2023 દરમિયાન મહિલા અરજદારોની સંખ્યામાં વાર્ષિક સ્તરે 61%ની વૃદ્ધિ જોવા મળી હતી.
મહિલા અરજદારોમાં વૃદ્ધિ એ અનેક સેક્ટર્સમાં મહિલા પ્રોફેશનલ્સની વધતી માંગને દર્શાવે છે. કંપનીઓ ખાસ કરીને ઇ-કોમર્સ, રિટેલ અને હોસ્પિટાલિટી સેક્ટરમાં વધુ ગતિવિધિઓ નોંધાવી રહી છે. તહેવારોની સીઝન દરમિયાન ખાસ કરીને બજાજ, એક્સિસ બેન્ક, પેટીએમ, ફ્લિપકાર્ટ અને રિલાયન્સ જેવી અગ્રણી કંપનીઓ દ્વારા સક્રિય ભાગીદારી જોવા મળી છે, જેઓએ ટોચના પદે ભરતી કરવા માટે આકર્ષક ઇન્સેન્ટિવ ઓફર કર્યું હતું અને સેલ્સ, માર્કેટિંગ, ફાઇનાન્સ, એચઆર અને બિઝનેસ ડેવલપમેન્ટ જેવા અનેકવિધ પદો પર ભરતી વધારી હતી.
અપના પ્લેટફોર્મ પર કંપનીઓ વધુ સક્રિય રહી હતી. જેમાં કુલ 78,000 નવી કંપનીઓ પ્લેટફોર્મ પર જોડાઇ હતી. જેમાં વર્ષ 2022ના 42,000 કરતાં વધારો જોવા મળ્યો હતો. અપના ડોટ કોમના સ્થાપક અને CEO નિર્મિત પરીખે જણાવ્યું હતું કે મહિલા ભાગીદારોની સંખ્યામાં મહત્વપૂર્ણ વૃદ્ધિ થઇ છે.