ભારત અને પાકિસ્તાનની મેચમાં ભારત તરફથી હિરો રહેલા હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી, અને 17 બોલમાં 33 રન કરીને ટીમને જીત અપાવી હતી. તેને પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો. તેના અને રવિન્દ્ર જાડેજા વચ્ચે વિજયી 52 રનની પાર્ટનરશિપ થઈ હતી. જોકે હાર્દિકનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તે કાર્તિકને ઈશારો કરે છે, અને પછીનો બોલ ઉપર તે છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવે છે.
હાર્દિકે આ મેચમાં શાનદાર પ્રદર્શન કર્યુ હતુ. હાલ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહ્યો છે. તે વીડિયોમાં દેખાઈ રહ્યુ છે કે તે દિનેશ કાર્તિકને ઈશારો કરે છે કે તે છગ્ગો ફટકારી લેશે, અને ટીમને જીત અપાવી દેશે. બીજા જ બોલ તે છગ્ગો ફટકારે છે, અને ટીમને 5 વિકેટે જીત અપાવે છે. તેનો આ આત્મવિશ્વાસ જોઈને ચાહકોએ તેને વધાવી લીધો હતો.