Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

પોરબંદરના બખરલા ગામે પાણીની લાઇન નાખવા માટે 2 શેઢા પાડોશી વચ્ચે થયેલ ઝગડામાં બંધુક ધડધડતા સમગ્ર જિલ્લામાં સોફો પડી ગયો હતો 10 થી 12 રાઉન્ડ કરાયેલ ગોળીબારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને એક ને ગંભીર ઇજાઓ પહોંચી હતી ગોળીબાર કરનાર શેધપાડોસને પોલીસે ગણતરીના કલાકમાં દબોચી લીધો હતો જ્યારે ગોળીબારમાં ઘયલ થયેલ યુવાનને પોરબંદરની સરકારી હોસ્પિટલમાં સારવાર શરૂ કરવામાં આવી છે આ યુવાને વધુ સારવાર માટે જામનગર ખસેડવામાં આવ્યા હતા.


2 શેઢા પાડોશી વચ્ચે થયેલ ઝગડામાં બંધુક ધડધડી
બખરલા ગામની જેઠવાડી સીમમાં ખેતર ધરાવતા ખીમભાઈ ગીગાભાઈ ખૂટી સહિત 10 જેટલા ખેડૂતોને નજીકમાં આવેલ જરમાંથી સિંચાઈ માટે પાણી મેળવવું હતું. પાણી મેળવવા માટે ઝરથી ખેતર સુધી પાણીની પાઇપલાઇન નાખવા માટે આ ખેડૂતો દ્વારા નેરી ખોદવામાં આવી હતી, આ નેરી ખીમભાઈ ગીગાભાઈ ખુટીને ખેતર પાસે આવેલ પડતર જમીનમાં ખોદવામાં આવી હતી જે બાબતે તેમના શેઢા પાડોશી ખેડૂત અરજન નરબત ખુટીને વાંધો હોવાથી તેણે ખોદેલ નેરીને જેસીબી વડે સવારે બુરી નાખી હતી.

આ ઘટના બાદ ખીમભાઈ ખૂટી કિશોર ખૂટી સહિત ખેડૂતો અરજન નરબત ખુટીને ખેતરે સમજવવા ગયા હતા જ્યાં અરજન નરબત ખૂટી અને આ ખેડુતો વચ્ચે બોલાચાલી થયા બાદ અરજન નરબત ખૂટીએ 10 થી 12 જેટલા રાઉન્ડ ફાયરીગ કર્યા હતા. જેમાં કીશોર માલદે ખુટીને પ્રથમ પગના ભાગે ગોળીઓ લાગતા તે ત્યાંજ પડી ગયો હતો તો ત્યારબાદ ખીમભાઈ ગીગાભાઈ ખુટીને છાતીના ભાગે એક ગોળી લાગતા તે પણ ત્યાં લોહી લુહાણ હાલતમાં ગબડી પડ્યા હતા. ફાયરીગ થતા અન્ય ખેડૂતો ત્યાંથી નાસી છૂટ્યા હતા.