રાજકોટ શહેરમાં આજે વધુ એક દર્દીનું મોત નીપજ્યું છે. ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલી 55 વર્ષીય મહિલાનું કોરોનાથી મોત નીપજ્યું છે. તેમજ આજે નવા 58 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. હાલ 290 દર્દી સારવાર હેઠળ છે. શહેરમાં અત્યારસુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંક 65094 પર પહોંચ્યો છે. જ્યારે શુક્રવારે નવા 27 કેસ નોંધાયા હતા. જેમાં વેસ્ટ ઝોનમાં દર્દીઓનું પ્રમાણ વધુ છે. જ્યારે 62 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
જે નવા કેસ આવ્યા છે તેમાં ફરી વખત કોઇ પેટર્ન દેખાઈ નથી બધા અલગ અલગ વિસ્તારમાં નોંધાઈ રહ્યા છે. જોકે વેસ્ટ ઝોન અને તેમાં પણ નાનામવા આરોગ્ય કેન્દ્ર અને નંદનવન આરોગ્ય કેન્દ્ર હેઠળ આવતા વિસ્તારોમાં કેસનું પ્રમાણ વધુ હોય છે. રાજકોટ કોર્પોરેશનના નાનામવા આરોગ્ય કેન્દ્રના વિસ્તારમાં 7 કેસ, સદર આરોગ્ય કેન્દ્રમાં 4 કેસ, નંદનવન આરોગ્ય કેન્દ્રમાં 4 કેસ, મવડી આરોગ્ય કેન્દ્રમાં 4 કેસ, રેલનગર આરોગ્ય કેન્દ્રમાં 2 કેસ, માધાપર, હુડકો, આંબેડકર નગર, રામનાથપરા, મોરબી રોડ, વિજય પ્લોટ, શ્યામનગર આરોગ્ય કેન્દ્રના વિસ્તારોમાં એક - એક કેસ નોંધાયો છે.