ભારતીય સ્પિનર કુલદીપ યાદવ 30 જાન્યુઆરીથી મધ્યપ્રદેશ સામે રણજી ટ્રોફી મેચ રમતા જોવા મળશે. તેને યુપીની રણજી ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. UPCAએ બુધવારે આ મેચ માટે ટીમની જાહેરાત કરી છે. આ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાશે.
30 વર્ષના કુલદીપની પીઠની સર્જરી જર્મનીમાં થઈ છે. તે છેલ્લા 3 મહિનાથી ક્રિકેટથી દૂર છે. કુલદીપે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ન્યૂઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમી હતી. સર્જરીના કારણે તે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ગયો ન હતો.
કુલદીપે 27મી જાન્યુઆરીએ X પોસ્ટમાં રિકવરી અપડેટ આપી હતી. તેણે લખ્યું- 'રિકવરી માટે એક ટીમની જરૂર પડે છે. પડદા પાછળ કરવામાં આવેલ તમામ કાર્ય માટે NCA અને તેમની ટીમનો આભાર.'