Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારત અને નેપાળ વચ્ચે પ્રસ્તાવિત રામાયણ સર્કિટનું કામ ઝડપથી કરવામાં આવશે. નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલ પ્રચંડ અને પીએમ મોદીની મુલાકાત બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. વાતચીત બાદ પીએમ મોદીએ કહ્યું- બંને દેશો વચ્ચે રામાયણ સર્કિટનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવશે.

વડાપ્રધાને કહ્યું- મેં અને પીએમ પ્રચંડે નેપાળ-ભારતની ભાગીદારીને હિટથી સુપરહિટ બનાવવા માટે ઘણા મહત્ત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ સિવાય બંને નેતાએ ભારત-નેપાળ વચ્ચેની નેબરહૂડ ફર્સ્ટ પોલિસી અંગે ચર્ચા કરી હતી. આ દરમિયાન હાઇડ્રો પાવર ડેવલપમેન્ટ, એગ્રિકલ્ચર અને કનેક્ટિવિટી જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

નેપાળના પીએમ પ્રચંડે પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું- મેં મોદીજી સાથે સરહદ વિવાદ પર ચર્ચા કરી હતી. હું તેમને દ્વિપક્ષીય વાતચીત દ્વારા આ મામલાનો ઉકેલ લાવવા અપીલ કરું છું. હૈદરાબાદ હાઉસમાં બંને નેતાઓ વચ્ચે યોજાયેલી બેઠકમાં પીએમ પ્રચંડે વડાપ્રધાન મોદીને નેપાળ આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.