Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઓડિશાના બાલાસોરમાં થયેલા ટ્રિપલ ટ્રેન અકસ્માતમાં માનવીય ભૂલ કે ટેકનિકલ ખામી નહીં પણ કંઈક બીજું જ હોઈ શકે છે. એટલે કે આ દુર્ઘટના કોઈ કાવતરું હોઈ શકે છે. આ મામલાની તપાસ સીબીઆઈને સોંપવા પાછળનું કારણ આ જ હોવાનું કહેવાય છે. સામાન્ય રીતે ટ્રેન દુર્ઘટનાની તપાસ રેલવે સુરક્ષા કમિશનર કરે છે. આ તપાસ પણ રેલવે સુરક્ષા કમિશનર જ કરી રહ્યા છે.

એક રેલવે અધિકારીના મતે, સુરક્ષા કમિશનરની તપાસમાં પણ માનવીય ભૂલ કે તોડફોડ વગેરેની તપાસ થાય છે. આ ઘટનામાં કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન મુખ્ય લાઈનથી ડાયવર્ટ થઈને લૂપ લાઈનમાં જવાથી ત્યાં પહેલેથી જ ઊભેલી માલગાડી સાથે ટકરાવાથી થઈ. બાદમાં કોરોમંડલના ડબા બીજી લાઈન એટલે કે પાટા પર જઈને પડ્યા. આ દુર્ઘટનાનું કારણ શું હતું અને તેનાથી કેવી રીતે બચી શકાતું હતું તે તપાસ રેલવે સુરક્ષા કમિશનર કરશે.