શેરીન વૂ તાઇવાન મુળની અમેરિકન મોડલ છે. વૂએ ગયા વર્ષે ઓક્ટોબરમાં ફેશન શોમાં ભાગ લીધો હતો, પરંતુ આના માટે વૂએ કોઇ ફી લીધી ન હતી. થોડાક દિવસ બાદ વૂ ફેશન ડિઝાઇનર માઇકલ કોસ્ટેલોના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવેલા શોના વીડિયો જોઇને ચોંકી ગઇ હતી. આમાં વૂ કોસ્ટેલોની ડિઝાઇન કરવામાં આવેલી પોશાકમાં રેમ્પ પર કેટવોક કરતા નજરે પડી હતી. પરંતુ તેમનો ચહેરો શ્વેત મોડલના ચહેરા સાથે બદલી દેવાયો હતો. આ કમાલ એઆઇનો હતો. વૂની કહાણી 207 લાખ કરોડ રૂપિયાના મોડલિંગ ઉદ્યોગમાં એઆઇના વધતા ઉપયોગ અને પ્રભુત્વને દર્શાવે છે.
આ મોડેલિંગની દુનિયામાં એઆઇની દરમિયાનગીરી અને સંભાવનાને દર્શાવે છે. સાથે માનવી મોડલ માટે એઆઇના ખતરાને પણ દર્શાવે છે. નવેમ્બરમાં મેકિન્સેના એક નવા સરવેમાં આના સંકેત મળ્યા હત. જેમાં આશરે ત્રણ ચતુર્થાંશ ફેશન અધિકારીઓએ 2024માં જેનરેટિવ એઆઇને પોતાની કંપનીઓ માટે પ્રાથમિકતા દર્શાવી છે. આશરે એક ચતુર્થાંશ કરતા વધુએ કહ્યું છે કે તેઓ પહેલાથી જ ક્રિએટિવ ડિઝાઇન અને વિકાસમાં એઆઇનો ઉપયોગ કરી રહ્યા છે. લેવી, લુઇ વિતાં અને નાઇકી જેવા ફેશનમાં મોટી બ્રાન્ડ પહેલાથી જ એઆઇ મોડેલિંગ કંપનીઓ સાથે કામ કરી રહી છે. તેમનુ કહેવુ છે કે આનો સૌથી મોટો લાભ જુદા જુદા મોડલના જુથ પર પોતાના પ્રોડક્ટસને પ્રદર્શિત કરવાની ક્ષમતા છે. જ્યાં માનવ મોડલને પ્રતિ કલાક ત્રણ હજાર રૂપિયા આપવા પડે છે.