અમદાવાદ મ્યુનિ. મધ્યઝોને વધુ એક કિસ્સામાં નશા સામે બુલડોઝરનું અભિયાન ચાલુ રાખ્યું છે. ડ્રગ્સ સાથે પકડાયેલી અમીનાબીબીના ગેરકાયદે બાંધકામને બુધવારે મ્યુનિ.એ તોડી પાડ્યું હતું. અગાઉ જમાલપુરમાં પણ બુટલેગર અને જુગારધામ ચલાવતા આરોપીનું ગેરકાયદે મકાન મ્યુનિ.એ તોડી પાડ્યું હતું. મધ્યઝોનમાં મ્યુનિ.એ ગઇકાલે બુધવારે દરિયાપુરમાં વાણિયા શેરીના નાકે ગેરકાયદે બાંધેલા મકાનને મ્યુનિએ. તોડી પાડ્યું હતું.
પોલીસે આ બાબતે મ્યુનિ. પાસે અમીના બીબીના મકાનની કાયદેસરની પૃચ્છા કર્યા બાદ મ્યુનિ. તંત્ર હરકતમાં આવતાં 180 ચો.મી.નું 3 માળનું બાંધકામ તોડી પાડ્યું હતું. નોંધનીય છે કે અમીનાબીબી આ પહેલા અલગ અલગ ગુનામાં 10 વર્ષનો જેલવાસ ભોગવી આવી હતી છતાં પણ તેણે ડ્રગ્સનો કારોબાર ચાલુ રાખ્યો હતો.