Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

કુસ્તીબાજો બજરંગ પુનિયા અને સાક્ષી મલિકે બુધવારે દિલ્હીમાં રમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મેરેથોન બેઠક કરી હતી. મીટિંગ બાદ કુસ્તીબાજ સાક્ષી મલિકે કહ્યું- "સરકારે તપાસ પૂર્ણ કરવા માટે 15 જૂન સુધીનો સમય માંગ્યો છે." ત્યાં સુધી તેઓને કોઈ વિરોધ ન કરવા અપીલ કરવામાં આવી છે. જોકે, કુસ્તીબાજોનું આંદોલન હજી પૂરું થયું નથી.

બજરંગ પુનિયાએ કહ્યું- “ખાપ પ્રતિનિધિઓ સાથે આજની બેઠક અંગે ચર્ચા કરશે. કોઈપણ નિર્ણય દરેકની સંમતિથી જ લેવામાં આવશે. બ્રિજભૂષણની ધરપકડના સવાલ પર પણ ખેલ મંત્રીએ કહ્યું કે તપાસ પૂર્ણ થશે અને તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે.

આ બેઠકમાં બંનેએ અનુરાગ ઠાકુરની સામે 5 માંગણીઓ મૂકી. બજરંગ અને સાક્ષીએ કહ્યું કે રેસલિંગ ફેડરેશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણની ધરપકડ કરવી જોઈએ અને મહિલાને ફેડરેશનની અધ્યક્ષ બનાવવી જોઈએ.

અનુરાગ ઠાકુરે મંગળવારે કહ્યું હતું કે સરકાર કુસ્તીબાજો સાથે વાતચીત માટે તૈયાર છે. અમે તેમને ફરીથી બોલાવ્યા છે. અગાઉ 24 જાન્યુઆરીએ રમતગમત મંત્રી અને કુસ્તીબાજો વચ્ચે વાટાઘાટો થઈ હતી અને કુસ્તીબાજોએ આંદોલન પાછું ખેંચ્યું હતું.