IT કંપની ઈન્ફોસિસ લિમિટેડ 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થતા ક્વાર્ટરના પરિણામો 16 જાન્યુઆરીએ જાહેર કરશે. કંપનીએ શુક્રવારે (13 ડિસેમ્બર) આ માહિતી આપી હતી. ઈન્ફોસિસે જણાવ્યું કે બોર્ડની બેઠક 15 અને 16 જાન્યુઆરીએ યોજાશે.
શુક્રવારે ઈન્ફોસિસનો શેર 0.60%ના વધારા સાથે રૂ. 1,999 પર બંધ થયો હતો. છેલ્લા એક મહિનામાં સ્ટોક લગભગ 10% વધ્યો છે. શેરે 6 મહિનામાં 33% અને આ વર્ષે 29% વળતર આપ્યું છે. ઈન્ફોસિસનું માર્કેટ કેપ 8.28 લાખ કરોડ રૂપિયા છે.
નાણાકીય વર્ષ 2024-25 ના બીજા ક્વાર્ટરમાં ઈન્ફોસિસે રૂ. 6,506 કરોડનો નફો કર્યો છે. વાર્ષિક ધોરણે 4.7% નો વધારો થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 6,212 કરોડનો એકીકૃત ચોખ્ખો નફો કર્યો હતો.