દક્ષિણ કોરિયા દુનિયામાં સૌથી ઓછો જન્મદર ધરાવતો દેશ છે. સરકાર મહિલાઓને વધુ બાળકો પેદા કરવા પ્રોત્સાહિત કરવા માટે 16 વર્ષમાં 16 લાખ કરોડ રૂપિયા ખર્ચી ચૂકી છે પરંતુ હાલનાં વર્ષોમાં ‘નો-કિડ્સ ઝોન’ ઝડપથી લોકપ્રિય બન્યા છે. આનો ઉદ્દેશ્ય પુખ્તોને શાંત વાતાવરણ આપવાનો છે. એકલા જેજુ ટાપુ પર આવા 80 વિસ્તારો છે, જ્યાં કાફે-રેસ્ટોરન્ટમાં બાળકોને પ્રવેશવાની મનાઈ છે. દેશભરમાં આવા ઝોનની સંખ્યા 500થી વધુ છે.
હેન્કૂક રિસર્ચના સરવે અનુસાર 2021માં 10માંથી 7 લોકો આવા ઝોનની તરફેણમાં હતા પરંતુ એવા સંકેતો છે કે અભિપ્રાય બદલાઈ રહ્યો છે. ઝોન સામેના વિરોધમાં વધારો થયો છે. યોંગ હાલમાં જ નેશનલ એસેમ્બલીની બેઠકમાં બે વર્ષના બાળક સાથે પહોંચી, જ્યાં બાળકોને મંજૂરી નથી. તેણીએ કહ્યું કે બાળકો સાથેનું રોજિંદું જીવન સરળ નથી. આપણા સમાજને એવા સમાજના રૂપમાં પુનર્જન્મ લેવો જોઈએ જ્યાં બાળકો પણ હોય.
જેજુ ટાપુના આવા ઝોનને ગેરકાયદેસર જાહેર કરવાના ઉદ્દેશ્યથી સંસદમાં બિલ પર ચર્ચા થઈ રહી છે. આવા ઝોનને બંધારણની ભાવના વિરુદ્ધ કહેવામાં આવી રહ્યા છે. કોરિયામાં પહેલાંથી જ ‘મૉમ-ચુંગ’ જેવા અપમાનજનક શબ્દ એવી મહિલાઓ માટે છે જે અન્યની અવગણના કરીને માત્ર તેમનાં બાળકોની જ કાળજી રાખે છે. આ પછી તો નો કિડ્સ ઝોનનું પૂર આવી ગયું. આને લોકોને બાળકો ન પેદા કરવા માટે પ્રોત્સાહિત કર્યાં.