Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)એ નાણાકીય વર્ષ 2024-25ના બીજા ક્વાર્ટરમાં 18,331 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો કર્યો છે. વાર્ષિક ધોરણે 28%નો વધારો થયો છે. એક વર્ષ પહેલા એટલે કે નાણાકીય વર્ષ 2023-24ના બીજા ક્વાર્ટરમાં કંપનીએ 14,330 કરોડ રૂપિયાનો નફો કર્યો હતો.


જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં બેન્કની કુલ આવક વાર્ષિક ધોરણે 15.13% વધીને રૂ. 1,29,141 કરોડ થઈ છે, જે ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 1,12,169 કરોડ હતી. અગાઉના ક્વાર્ટરની સરખામણીએ તેમાં 5.26%નો વધારો થયો છે. એપ્રિલ-જૂનમાં બેન્કની આવક રૂ. 1,22,687 કરોડ હતી.

જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, SBIની ચોખ્ખી વ્યાજ આવક (NII) વાર્ષિક ધોરણે (YoY) 5% ઘટીને રૂ. 39,500 કરોડ થઈ છે. ગયા વર્ષે સમાન ક્વાર્ટરમાં તે રૂ. 41,620 કરોડ હતો. એપ્રિલ-જૂન ક્વાર્ટરની સરખામણીમાં તેમાં પણ 4%નો ઘટાડો થયો છે. Q1માં તે રૂ. 41,125 કરોડ હતો.