Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ઈન્ડિયન પ્રીમિયર લીગની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ વર્તમાન સિઝનમાં તેના અભિયાનની શરૂઆત 24 માર્ચે ગુજરાત ટાઇટન્સ સામે કરશે. ટીમે અત્યાર સુધીમાં 5 ટાઇટલ જીત્યા છે. કેપ્ટન ચેન્જીસની અસર આ સિઝનમાં ટીમના પ્રદર્શન પર દેખાઈ શકે છે.


ફ્રેન્ચાઇઝીએ રોહિત શર્માના સ્થાને હાર્દિક પંડ્યાને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ટીમ ગેમ ચેન્જર્સથી ભરેલી છે. ટોપ ઓર્ડરમાં ઈશાન કિશન અને સૂર્યકુમાર યાદવે છેલ્લી 3 સિઝનમાં 1100થી વધુ રન બનાવ્યા છે. પંડ્યા પણ છેલ્લી બે સિઝનમાં 833 રન સાથે આવી રહ્યો છે.

ઝડપી બોલરોની ઈજા બોલિંગ ડિપાર્ટમેન્ટને મુશ્કેલીમાં મૂકી શકે છે. હાલમાં જસપ્રીત બુમરાહ અને ગેરાલ્ડ કોએત્ઝી ફિટ છે, પરંતુ ડાબોડી ફાસ્ટ બોલર જેસન બેહરેનડોર્ફ ઈજાના કારણે લીગમાંથી બહાર થઈ ગયો છે. દિલશાન મદુશંકાને પણ ઈજા થઈ છે. અને સ્પિન વિભાગ નબળો દેખાય છે. આજે આપણે IPL 2024 સિરીઝમાં MIની સ્ટ્રેન્થ અને વીકનેસ વિશે વાત કરીશું.

બેટિંગ મજબૂ, બોલિંગ હવે મજબૂત બની છે
છેલ્લા ઓક્શનમાં મુંબઈએ 4 વિદેશી સહિત 8 ખેલાડીઓને ખરીદ્યા હતા. ટીમમાં હાર્દિક પંડ્યા, ગેરાલ્ડ કોએત્ઝી અને દિલશાન મદુશંકા જેવા ખેલાડીઓ સામેલ છે. ટીમની બેટિંગ પહેલાથી જ મજબૂત હતી, હવે પંડ્યા, કોએત્ઝી અને દિલશાનના આગમનથી બોલિંગ પણ મજબૂત બની છે. જસપ્રીત બુમરાહ પણ ગત સિઝનમાં રમી શક્યો ન હતો, તે આ વખતે રમતા જોવા મળશે.