Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફાઇનાન્સ પેઢીમાં ઘરેણાં ગીરવે મૂકી લોન લેનારે અન્ય એક ફાઇનાન્સ પેઢી સાથે ઘરેણાં છોડાવી આપવાનું કહી રૂ.2.31 લાખની લોન મેળવી છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. કાલાવડ રોડ, સૂર્યોદય સોસાયટી-1માં રહેતા અને ભૂપેન્દ્ર રોડ, શાલિગ્રામ એપાર્ટમેન્ટમાં ઓમ ફાઇનાન્સ નામની પેઢીનું સંચાલન કરતા ઉમંગભાઇ જેન્તીભાઇ ધકાણે યોગેશ અશોક જિલ્કા નામના શખ્સ સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

ગત તા.9ની સવારે આરોપી યોગેશ જિલ્કા ઓફિસે આવ્યો હતો અને તેના 55 ગ્રામ 900 મિલિ સોનાના ઘરેણાં મુથુટ ફાઇનાન્સમાં ગીરવે મૂકી રૂ.2,25,500ની લોન લીધાનું અને હવે તે ઘરેણાં તેમાંથી છોડાવવી વેચી નાખવા છે અથવા તમારી પેઢીમાંથી મારે લોન કરાવવી છેની વાત કરી હતી. આ સમયે યોગેશ જિલ્કાએ મુથુટ ફાઇનાન્સમાંથી ગોલ્ડ લોન લીધાની પહોંચ પણ બતાવી હતી. યોગેશ જિલ્કાની વાત સાંભળ્યા બાદ લોન આપવાની પ્રોસેસ કરી હતી. બાદમાં ઓફિસમાં કામ કરતા ધીરૂભાઇને રૂ.2 લાખ આપી યોગેશભાઇ સાથે મુથુટ ફાઇનાન્સમાં જઇ ત્યાં રૂપિયા ભરીને ઘરેણાં છોડાવીને લઇ આવવાની વાત કરી હતી. જેથી ધીરૂભાઇ યોગેશભાઇ સાથે દોઢસો ફૂટ રિંગ રોડ પર આવેલી મુથુટ ફાઇનાન્સની ઓફિસે ગયા હતા. ત્યાર બાદ ધીરૂભાઇએ ફોન કરી બીજા રૂ.31 હજાર ભરવાના હોવાની વાત કરી હતી. જેથી પેઢીના માલિકના પુત્રને વાત કરતા તેને ઓનલાઇન મુથુટ ફાઇનાન્સ પેઢીના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. વીસેક મિનિટ પછી ધીરૂભાઇએ ફરી ફોન કરી કહ્યું કે, મુથુટમાં નાણાં ભરાઇ ગયા બાદ યોગેશ જિલ્કા સિગારેટ પીવા જવાનું કહીને જતા રહ્યાં છે. સાથે લોન લીધાની પહોંચ પણ સાથે લેતા ગયા છે, તેમને નીચે શોધવા પણ ગયો હતો. પરંતુ તે મળ્યા નથીની વાત કરી હતી. જેથી તુરંત પોતે યોગેશ જિલ્કાના મોબાઇલ પર ફોન કર્યો હતો, પરંતુ તેનો મોબાઇલ સ્વિચ ઓફ થઇ ગયો હતો. ફોન તેમજ રૂબરૂ જઇ તપાસ કરવા છતાં યોગેશની કોઇ ભાળ નહિ મળી ન હતી. આમ યોગેશે તેની લોન ભરપાઇ થઇ ગયા બાદ ઘરેણાં છોડાવ્યા વગર પહોંચ લઇને નાસી જઇ છેતરપિંડી કરતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.