મેષઃ-
પોઝિટિવઃ- કોઈ પારિવારિક સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત અનુભવ કરશો. ઘરના કાર્યોને સુવ્યવસ્થિત કરવામાં દિવસ પસાર થશે. ફાઇનાન્સને લગતા કાર્ય પરિવારના લોકોના સહયોગથી યોગ્ય રીતે ઉકેલાઈ જશે.
નેગેટિવઃ- ફાલતૂ વાતો ઉપર ધ્યાન ન આપીને પોતાના કામ ઉપર જ એકાગ્ર રહો. અન્યના વ્યક્તિગત મામલાઓમાં દખલ કરવાથી તમારા માન-સન્માન ઉપર વાત આવી શકે છે. બાળકોના અભ્યાસને લગતી પરેશાની તણાવમાં મુકશે.
વ્યવસાયઃ- વેપારમાં તમારી મહેનત અને કાર્યક્ષમતા પ્રમાણે કામ યોગ્ય ચાલશે.
લવઃ- બધા પારિવારિક સભ્ય એકબીજા પ્રત્યે પોઝિટિવ વ્યવહાર રાખશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યને લગતી કોઈને કોઈ મુશ્કેલીઓ રહી શકે છે.
-----------------------------
વૃષભઃ-
પોઝિટિવઃ- થોડા ખાસ લોકો સાથે મુલાકાત રહેશે. નવી-નવી જાણકારીઓ મળશે તથા વાતચીતના માધ્યમથી તમે તમારા કામ કઢાવવામાં સક્ષમ રહેશો. ખોટી ગતિવિધિઓમાં ધ્યાન ન આપીને તમે તમારા કાર્યો પ્રત્યે સમર્પિત રહો.
નેગેટિવઃ- થોડી બેદરકારી તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. બિનજરૂરી ખર્ચના કારણે મુશ્કેલીઓ વધી શકે છે. હાલ તમારા બજેટને જાળવી રાખો. કોઈ કાયદાકીય વિવાદમાં પણ તમે ફસાઇ શકો છો. ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરશો નહીં.
વ્યવસાયઃ- કારોબારને લગતી ગતિવિધિઓ માટે સમય તમારા પક્ષમાં છે. થોડા નવા પ્રસ્તાવ મળી શકે છે.
લવઃ- લગ્નજીવનમાં થોડી પરેશાનીઓ ઊભી થઈ શકે છે. સ્થિતિને સાચવવી તમારી જવાબદારી રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ રહેવું જરૂરી છે.
--------------------------
મિથુનઃ-
પોઝિટિવઃ- આ સમયે વર્તમાન ગ્રહ સ્થિતિ તમને અદભૂત શક્તિ પ્રદાન કરશે. સંપર્કની સીમા વિસ્તૃત થશે જે ભવિષ્યમાં લાભદાયી રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાને લગતા કાર્યોમાં સફળતા મળી શકે છે. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરો. તેનાથી તમને માનસિક સુકૂન મળશે.
નેગેટિવઃ- પ્રોપર્ટી કે વાહનને લઇને કોઈ સમસ્યા ઊભી થઈ શકે છે. તમારી યોજનાઓને શરૂ કરવા માટે વધારે ધ્યાન આપવાની પણ જરૂરિયાત છે. ફોન કે મિત્રો સાથે હરવા-ફરવામાં તમારો સમય ખરાબ ન કરો.
વ્યવસાયઃ- વર્તમાન સમયમાં વ્યવસાયમાં નવી-નવી ટેક્નોલોજીની જાણકારી રાખવી જરૂરી છે એટલે પોતાની વ્યવસાયિક કાર્યપ્રણાલીમાં થોડો ફેરફાર લાવવાની કોશિશ કરો.
લવઃ- કોઈ શુભ સમાચાર મળવાથી પારિવારિક વાતાવરણ સુખમય અને પોઝિટિવ રહેશે.
સ્વાસ્થ્યઃ- માથાનો દુખાવો અને તણાવની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે.
--------------------------
કર્કઃ-
પોઝિટિવઃ- આ મહિને તમે તમારી લાઇફ સ્ટાઇલમાં થોડું પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. તમારી અંદર રિસ્ક લેવાની પ્રવૃત્તિ રહેશે. જે તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કોઈ ખાસ કાર્ય પ્રત્યે કોશિશ કરતા રહો. તમને યોગ્ય સફળતા મળી શકે છે.
નેગેટિવઃ- ઉતાવળ કરશો નહીં તથા કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં પણ કરતા રહો. તમને તમારી યોજના પ્રમાણે કાર્યો ન કરવાના કારણે નુકસાન થઇ શકે છે. ખર્ચ વધારે રહી શકે છે. સાથે જ, આવકના સાધન પણ મળી શકે છે, એટલે વધારે પરેશાન થવાની જરૂરિયાત નથી.
વ્યવસાયઃ- આ મહિને વ્યવસાયિક પાર્ટીઓ તથા માર્કેટિંગને લગતા કાર્યોને વિશાળ કરવામાં ધ્યાન આપો. કોઈ નવા કામની શરૂઆત માટે હાલ સમય યોગ્ય નથી.
લવઃ- લગ્નજીવન સુખમય રહી શકે છે.
સ્વાસ્થ્યઃ- ઘૂંટણ અને સાંધામાં દુખાવાની સમસ્યા રહી શકે છે.
--------------------------
સિંહઃ-
પોઝિટિવઃ- પરિવારની સુખ-સુવિધાને લગતી વસ્તુઓ માટે શોપિંગ થઈ શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસ તથા કરિયરને લગતી કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી તણાવ મુક્ત અનુભવ કરશો. કોઈ મોટો નિર્ણય લેવાની પણ હિંમત આવશે. કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સામે તમારી યોજના જાહેર કરશો તો યોગ્ય સલાહ મળશે.
નેગેટિવઃ- તમારી બોલચાલની રીત કોઈ નજીકના વ્યક્તિને સ્પષ્ટ કરી શકે છે. જેની અસર સંબંધો ઉપર પણ પડી શકે છે. આર્થિક ખેંચતાણ શરૂ રહેશે. જેના કારણે જરૂરી ખર્ચમાં પણ કાપ મુકવો પડી શકે છે. નાની-નાની વાતોમાં પરેશાન થવું તમારા સ્વભાવમાં રહેશે.
વ્યવસાયઃ- મહિનાની શરૂઆતમાં કોઈને કોઈ પડકાર આવશે. કાર્યક્ષેત્રમાં તમે તમારી ભરપૂર મહેનત અને ક્ષમતા દ્વારા તમારા ટાર્ગેટને પ્રાપ્ત પણ કરી લેશો.
લવઃ- વ્યવસાયિક તણાવને પરિવારની સુખ-શાંતિ ઉપર હાવી થવા દેશો નહીં.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
--------------------------
કન્યાઃ-
પોઝિટિવઃ- વિદ્યાર્થીઓને શિક્ષાને લગતા કોઈ વિઘ્ન દૂર થવાથી ફરી પોતાની અભ્યાસ ઉપર ધ્યાન આપી શકશે. અચાનક જ કોઈ વ્યક્તિ સાથે મુલાકાત થવાથી મન પ્રસન્ન રહેશે. સંપત્તિને લગતો કોઈ વિવાદ શાંતિથી ઉકેલાઇ જશે. કોઈ પોલિસી કે એક પ્રોપર્ટી વગેરેમાં રોકાણ કરવા માટે સમય અનુકૂળ છે.
નેગેટિવઃ- સંબંધો વચ્ચે શંકા અને વહેમ જેવી સ્થિતિ બનવાથી વિવાદ થવાની શક્યતા છે. ઉતાવળમાં કોઈના અંગે કોઈપણ નિર્ણય લેશો નહીં. ખોટી ગતિવિધિઓમાં સમય ખરાબ થવાથી મન નિરાશ રહેશે. આ સમયે તમારી અંદર ઉત્સાહમાં ઘટાડો આવે નહીં તેનું ધ્યાન રાખવું.
વ્યવસાયઃ- વેપારમાં થોડી લાભદાયી સ્થિતિઓ બનશે. સમય સફળતાદાયી રહેશે.
લવઃ- લગ્નજીવનમાં મધુરતા રહેશે. ઘર તથા વેપારની વચ્ચે યોગ્ય તાલમેલ જળવાયેલું રહેશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્યમાં થોડી સાવધાની તમને સ્વસ્થ રાખશે.
--------------------------
તુલાઃ-
પોઝિટિવઃ- થોડા રાજનૈતિક લોકો સાથે મુલાકાત થશે. લોકપ્રિયતા સાથે-સાથે જનસંપર્કની સીમા પણ વધશે. છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કે અધૂરા પડેલાં કાર્યો પૂર્ણ થશે. આ સમયે માત્ર પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરતા રહો. કોઈ સંસ્થા સાથે જોડાવાની તક મળી શકે છે.
નેગેટિવઃ- દિનચર્યાને વ્યવસ્થિત જાળવી રાખવી જરૂરી છે. કોઈ યોજના બનાવતા પહેલાં તેમના ઉપર ગંભીરતાથી વિચાર કરો. નહીંતર થોડી ભૂલો થઈ શકે છે. ફાયનાન્સને લગતી ગતિવિધિઓમાં કોઈના ઉપર પણ વિશ્વાસ કરતા પહેલાં ચર્ચા-વિચારણાં કરો.
વ્યવસાયઃ- માર્કેટિંગને લગતા કાર્યોને પૂર્ણ કરવા માટે અનુકૂળ સમય છે. કામકાજને લઈને કરવામાં આવતી નજીકની યાત્રા તમારા ઉત્તમ ભવિષ્યનો દ્વાર ખોલી શકે છે.
લવઃ- ઘરમાં સુખ-શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ પ્રસંગોને લગ્નમાં બદલવા માટેના યોગ બની રહ્યા છે.
સ્વાસ્થ્યઃ- થાકના કારણે થોડો માનસિક અને શારીરિક તણાવ અનુભવ કરી શકો છો.
--------------------------
વૃશ્ચિકઃ-
પોઝિટિવઃ- આ મહિને તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો તથા સામાજિક સીમા પણ વધશે. પ્રતિષ્ઠિત લોકો સાથે મુલાકાત લાભદાયી રહેશે. કોઈ કિંમતી વસ્તુઓની ખરીદી પણ શક્ય છે. વિદેશ જવા માટે કોશિશ કરી રહેલાં લોકો માટે સારી તક બની શકે છે.
નેગેટિવઃ- મહિનાની શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ આવી શકે છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકોથી દૂર રહો, તેમની ખોટી સલાહ તમને તમારા લક્ષ્યથી ભટકાવી શકે છે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શનને ઇગ્નોર ન કરો.
વ્યવસાયઃ- વ્યવસાયિક કાર્યોને વધારે સારા જાળવી રાખવા માટે અનુભવી વ્યક્તિઓની સલાહ લેવી યોગ્ય રહેશે.
લવઃ- ઘરમાં ભાઇ-બહેનો આવવાથી સુખમય વાતાવરણ રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે.
સ્વાસ્થ્યઃ- તમને અનેકવાર કહેવામાં આવ્યું છે કે ગળાને લગતા કોઈ ઇન્ફેક્શનને ગંભીરતાથી લો.
--------------------------
ધનઃ-
પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. તમારો આત્મવિશ્વાસ અને મનોબળ જાળવી રાખો. મુશ્કેલમાં મુશ્કેલ કાર્યોમાં તમે તમારા દૃઢ નિશ્ચય સાથે પૂર્ણ કરવાની ક્ષમતા રાખશો. કોઈ મૂડી રોકાણ કરવાની યોજના બનાવી રહ્યા છો તો તરત અમલ કરો
નેગેટિવઃ- પોતાના ઉપર વિશ્વાસ રાખો. અન્ય લોકોની વાતોમાં આવીને તમે તમારા માટે નુકસાન કરી શકો છો. મહિનાની શરૂઆતમાં દરેક ગતિવિધિ પ્રત્યે સાવધાન રહેવું જરૂરી છે. આળસના કારણે કોઈપણ કામને ટાળવાની કોશિશ ન કરો. દુવિધાની સ્થિતિમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી યોગ્ય રહેશે.
વ્યવસાયઃ- વેપારમાં યોગ્ય વ્યવસ્થા જાળવી રાખવામાં તમે સક્ષમ રહેશો.
લવઃ- પારિવારિક વાતાવરણ ખૂબ જ સુકૂનભર્યું રહેશે.
સ્વાસ્થ્યઃ- કબજિયાત અને ગેસના કારણે દિનચર્યા અસ્ત-વ્યસ્ત રહી શકે છે.
--------------------------
મકરઃ-
પોઝિટિવઃ- મહિનાની વચ્ચેના સમયગાળા પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં ખૂબ જ અનુકૂળ રહેશે. એટલે મે મહિનો શરૂ થતાં જ તમારી દિનચર્યા વ્યવસ્થિત કરી લો. તમારા કામ યોગ્ય રીતે બનતા જશે. થોડાં સમયથી જે લોકો તમારા વિરૂદ્ધ હતાં, હવે તે લોકો તમારા પક્ષમાં આવી જશે.
નેગેટિવઃ- દેખાડાના ચક્કરમાં વધારે ખર્ચ કરવો કે ઉધાર લેવાની સ્થિતિ ટાળો. સાથે જ કોઈને વચન આપ્યું છે તો તેને પૂર્ણ કરવું પણ તમારી જવાબદારી છે. ક્યારેક-ક્યારેક તમારું આત્મ કેન્દ્રિત થઇ જવું તથા માત્ર તમારા અંગે વિચારવું નજીકના સંબંધીઓ સાથે કટુતા લાવી શકે છે.
વ્યવસાયઃ- તમારા કામની ક્વોલિટીને વધારે સારી જાળવી રાખવાની જરૂરિયાત છે.
લવઃ- પતિ-પત્નીનો એકબીજા પ્રત્યે સહયોગ ઘરની સુખ-શાંતિને જાળવી રાખશે.
સ્વાસ્થ્યઃ- સ્વાસ્થ્ય ઠીક રહેશે.
--------------------------
કુંભઃ-
પોઝિટિવઃ- થોડી મુશ્કેલીઓ બની રહેવા છતાંય તમે તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા તમારો રસ્તો શોધી લેશો. પરિવારમાં થોડા સમયથી ચાલી રહેલી ગેરસમજ તમારી મધ્યસ્થાથી ઉકેલાઇ જશે.
નેગેટિવઃ- આ સમયે વારસાગત સંપત્તિને લગતી કોઈપણ વાત ઉપર ભાઇઓ સાથે વિવાદ થવાની શક્યતા બની રહી છે. તમે તમારા યોગ્ય વ્યવહાર દ્વારા પરિસ્થિતિને સાચવી લેશો. આ સમયે કોઈપણ પ્રકારના નવા રોકાણને હાલ ટાળો.
વ્યવસાયઃ- વ્યક્તિગત સમસ્યાઓ તથા અસ્વસ્થતાના કારણે વ્યવસાયના સ્થાન ઉપર વધારે સમય આપી શકશો નહીં.
લવઃ- લગ્નજીવન સુખદ રહેશે.
સ્વાસ્થ્યઃ- વર્તમાન વાતાવરણ સામે તમારી રક્ષા કરો.
--------------------------
મીનઃ-
પોઝિટિવઃ- કોઈ ધાર્મિક સ્થળે જવાથી માનસિક શાંતિ મળશે અને ફરીથી પોજાને ફ્રેશ અનુભવ કરશો. સામાજિક કે સોસાયટીને લગતી ગતિવિધિઓમા તમારું ખાસ યોગદાન રહેશે તથા ઓળખ પણ વધશે. આ સમયે તમે અનેક પ્રકારની ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો.
નેગેટિવઃ- અનૈતિક કાર્યો પ્રત્યે તમારું ધ્યાન આકર્ષિત થઈ શકે છે. એટલે સાવધાન રહો. બિનજરૂરી વધતા ખર્ચ તમને પરેશાન કરશો. વ્યવસ્થા જાળવી રાખવી જરૂરી છે. ઉતાવળ અને અતિ ઉત્સાહના કારણે બનતા કાર્યો ખરાબ થઈ શકે છે.
વ્યવસાયઃ- વ્યવસાયમાં સુધાર લાવવા માટે વધારે કોશિશ કરવાની જરૂરિયાત છે.
લવઃ- પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે.
સ્વાસ્થ્યઃ- ચામડીને લગતી કોઈપણ મુશ્કેલી હોય તો બેદરકારી ન કરો.