Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

અમદાવાદમાં સિંધુભવન રોડ પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં ગતરાત્રિના મેંગો રેસ્ટોરન્ટ પાસે એક ઓડી કારના ચાલકે બેફામ કાર દોડાવી એક બાઈકને અડફેટે લીધી હતી. કારની ટક્કર એટલી જોરદાર હતી કે બાઈકમાં સવાર બે યુવકો 15 ફૂટ જેટલા દૂર પટકાયા હતાં. આ અકસ્માતમાં બન્ને યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા બેભાન થઈ ગયાં હતાં. ગંભીર ઈજાના પગલે બન્ને યુવકોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેવામાં આવ્યા છે.

અમદાવાદના સિંધુભવન રોડ પર 20 ડિસેમ્બરની રાત્રે 10:00 વાગ્યાના અરસામાં એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જે સંદર્ભે પોલીસે તપાસ શરૂ કરી છે. આ સમગ્ર બનાવવાની વિગતે એવી છે કે, સિંધુભવન રોડ પર મેંગો રેસ્ટોરન્ટ પાસે રાજસ્થાન પારસીગની RJ12 BS2427 બાઈક લઈને બે શખ્સો પસાર થઈ રહ્યા હતા. ત્યારે પૂરઝડપે આવી રહેલી GJ01 WP7233 નંબરની ઓડી કારે તેમને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે, બંને યુવાનો 15 ફૂટ દુર સુધી ફંગોળાયા હતા અને તેમના માથામાં ભાગે ગંભીર ઈજા થતાં ત્યાં જ લોહીલુહાણ થઈને બેભાન થઈ ગયા હતા.