ગયા મહિને એટલાન્ટિક મહાસાગરમાં વિસ્ફોટ કરનાર ટાઇટન સબમરીનના નિર્માતા ઓશનગેટ હવે શુક્ર પર કોલોની બનાવવાની તૈયારી કરી રહી છે. આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટને Humans 2 Venus નામ આપવામાં આવ્યું છે. આ અંતર્ગત 2050 સુધીમાં શુક્રના વાતાવરણમાં સ્થાયી રહેવા યોગ્ય વાતાવરણ બનાવવામાં આવશે અને 1000 લોકોને ત્યાં મોકલવામાં આવશે.
ઓશનગેટ કંપની જે કોલોની બનાવવાની તૈયારી કરી રહી છે તે ફ્લોટિંગ કોલોની હશે. આ પ્રોજેક્ટનું નેતૃત્વ Oceangate કંપનીના સહ-સ્થાપક ગિલેર્મો સોનલેન દ્વારા કરવામાં આવ્યું છે. જોકે, ટાઇટન સબમરીન ડૂબી જવાથી અને 4 અબજોપતિ અને કંપનીના CEOના મોત બાદ કંપની સામે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગુલેર્મો સોનલેન ટાઇટન સબમરીનના ઊંડા સમુદ્રમાં થયેલા વિસ્ફોટથી ઉભા થયેલા પ્રશ્નોને તેમની યોજનાઓને અસર કરવા દેવા નથી માગતા. બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર ગુલેર્મોએ કહ્યું છે કે તેની યોજનામાં કોઈ ખામી નથી.
ગુલેર્મો કહે છે કે જ્યારે તે 11 વર્ષની હતા ત્યારથી તેમને વારંવાર એક સપનું આવે છે જેમાં તે અન્ય ગ્રહના કમાન્ડર છે. જ્યારે ટાઇટન સબમરીન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે 100% સલામતી જેવી કોઈ વસ્તુ નથી. જોખમ હંમેશા રહે છે.