જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના નિર્ણયને પડકારતી 23 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે બીજા દિવસે (3 ઓગસ્ટ) સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી હાથ ધરનારા પાંચ જજોમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ એસકે કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતનો સમાવેશ થાય છે.
અરજદારોના વકીલ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે કલમ 370 સાથે છેડછાડ કરી શકાય નહીં. તેના જવાબમાં જસ્ટિસ ખન્નાએ કહ્યું કે આર્ટિકલની કલમ (c) એવું નથી કહેતી. આ પછી સિબ્બલે કહ્યું, 'હું તમને બતાવી શકું છું કે કલમ 370 સ્થાયી છે.'
3 વર્ષ પછી સુપ્રીમ કોર્ટમાં કલમ 370 પર સુનાવણી થઈ રહી છે. અગાઉ, 2020માં, 5 જજોની બંધારણીય બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. ત્યારે કોર્ટે કહ્યું હતું કે અમે આ મામલાને મોટી બંધારણીય બેંચમાં ટ્રાન્સફર કરી રહ્યા છીએ.