Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ભારતના સ્ટાર અને મોર્ડન ક્રિકેટના ધ વૉલ ગણાતા એવા અનુભવી બેટર ચેતેશ્વર પૂજારાએ વર્તમાન રણજી ટ્રોફી સિઝનમાં પોતાની બીજી સદી ફટકારી હતી. પૂજારાએ 110 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 9 ચોગ્ગા ફટકાર્યા હતા. આ સદી સાથે તેણે ફર્સ્ટ ક્લાસ કરિયરની 62મી સેન્ચુરી પણ ફટકારી છે.

જયપુરના મેદાનમાં શુક્રવારે રમાયેલી ગ્રુપ Aની મેચમાં સૌરાષ્ટ્રની ટીમે પ્રથમ બેટિંગ કરીને પ્રથમ દિવસે 4 વિકેટે 242 રન બનાવ્યા હતા. શેલ્ડન જેક્સન 78 રન બનાવીને ક્રિઝ પર છે. તે બીજા દિવસે અર્પિત વસાવડા સાથે રમતને આગળ વધારશે.

જ્યારે બીજી રણજી મેચમાં પૃથ્વી શૉએ છત્તીસગઢ સામે 159 રનની ઇનિંગ રમી હતી. તેણે 13 ઑગસ્ટના રોજ ઇંગ્લેન્ડની ઘરેલુ ટુર્નામેન્ટમાં તેની છેલ્લી મેચ રમી હતી, ત્યારબાદ તેને ઘૂંટણમાં ઈજા થઈ હતી.

પૂજારા-જેક્સને 168 રનની ભાગીદારી કરી
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સૌરાષ્ટ્ર 32મી ઓવરમાં 3 વિકેટે 74 રનમાં આઉટ થઈ જતાં મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. અહીંથી પૂજારા અને જેક્સને ઇનિંગને સંભાળી લીધી અને 168 રનની ભાગીદારી કરી.

ઓપનિંગ કરવા આવેલા કેવિન જીવરજાની 0 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો અને હાર્વિક દેસાઈ 21 રન બનાવીને પરત ફર્યો હતો. જ્યારે વિશ્વરાજ જાડેજા માત્ર 22 રન બનાવી શક્યો હતો.