વેગનર ચીફ યેવગેની પ્રિગોઝિનનું પ્લેન ક્રેશ થતા આ સમગ્ર ઘટના ખુબ ચર્ચામાં છે. જૂનમાં પુતિન સામે બળવો કર્યો અને અહેવાલ મુજબ બેલારુસ ભાગી ગયા આ ઘટના બનતા જ એક વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઇરલ થઇ રહ્યો છે. મળતી માહિતી મુજબ - આ દુર્ઘટના બુધવારે બપોરે મોસ્કોના ઉત્તરીય વિસ્તારમાં બની હતી. રશિયાની સિવિલ એવિએશન ઓથોરિટીએ માત્ર એટલું જ કહ્યું કે યેવગેનીનું નામ પેસેન્જરની યાદીમાં સામેલ છે. આ એમ્બરર એરક્રાફ્ટ મોસ્કોથી સેન્ટ પીટર્સબર્ગ જઈ રહ્યું હતું. આ દુર્ઘટનામાં વધુ 10 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે.