બેન્કોએ વર્ષ 2014-15થી શરૂ થતા નવ નાણાકીય વર્ષ દરમિયાન રૂ.14.56 લાખ કરોડની લોન માંડવાળ કરી છે. કુલ માંડવાળ કરાયેલી રૂ.14,56,226 કરોડની લોનમાંથી મોટા ઉદ્યોગો અને સર્વિસીઝની લોનની રકમ રૂ.7,40,968 કરોડ હતી. શેડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કે કુલ માંડવાળ થયેલી લોનમાંથી રૂ.2,04,668 કરોડની રિકવરી કરી છે, જેમાં એપ્રિલ 2014 થી માર્ચ 2023 સુધીમાં કોર્પોરેટ લોન્સનો પણ સમાવેશ થાય છે.
નાણા વર્ષ દરમિયાન માંડવાળ થયેલી લોનમાંથી નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન કુલ રૂ.1.18 લાખ કરોડની રકમની રિકવરી કરવામાં આવી હતી, જે આંક નાણાકીય વર્ષ 2021-22માં ઘટીને 0.91 લાખ કરોડ અને ત્યારબાદ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન વધુ ઘટીને રૂ.0.84 લાખ કરોડ થઇ છે. ખાનગી ક્ષેત્રેની બેન્કો દ્વારા રૂ.73,803 કરોડની લોન નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન માંડવાળ કરા્ઇ હતી.
નાણાકીય વર્ષ 2017-18 અને નાણાકીય વર્ષ 2022-23માં ખાનગી ક્ષેત્રની બેન્કોમાં ઓપનિંગ ગ્રોસ લોન અને એડવાન્સની ટકાવારી અનુક્રમે 1.25 ટકા અને 1.57 ટકા હતી અને તે દરમિયાન PSBs માટે તે 2 ટકા અને 1.12 ટકા હતી. બેન્કિંગ સેક્ટરની NPA ઘટાડવા તેમજ રિકવરી માટે સરકાર અને RBI દ્વારા વ્યાપકપણે પગલાં લેવામાં આવ્યા છે. સરકારના પ્રયાસના કારણે જાહેર ક્ષેત્રની બેન્કોની ગ્રોસ એનપીએ 31 માર્ચ, 2023ના રોજ ઘટીને રૂ.4.28 લાખ કરોડ થઇ છે,