Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

ફ્રાન્સમાં, 3 મહિના પહેલા બનેલી પીએમ મિશેલ બાર્નિયરની સરકાર બુધવારે પડી ભાંગી હતી. ફ્રાન્સની સંસદમાં પીએમ બાર્નિયરની સરકાર સામે અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થયો. હવે તેમણે તેમની સમગ્ર કેબિનેટની સાથે રાષ્ટ્રપતિ મેક્રોનને રાજીનામું સોંપવું પડશે.


ફ્રાન્સના 62 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું છે કે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પસાર થવાને કારણે કોઈ વડાપ્રધાન સત્તા ગુમાવી રહ્યા હોય.

સંસદમાં ડાબેરી NFP ગઠબંધન દ્વારા રજૂ કરવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવની તરફેણમાં 331 મત પડ્યા હતા, જ્યારે પ્રસ્તાવ પસાર કરવા માટે માત્ર 288 મત પૂરતા હતા.

માત્ર 3 મહિના પહેલા નિયુક્ત થયેલા કન્ઝર્વેટિવ નેતા બાર્નિયર ગુરુવારે રાજીનામું આપી શકે છે. તેમને ફ્રાન્સના ઈતિહાસમાં સૌથી ઓછા સમયગાળા માટે સરકાર ચલાવનાર વડાપ્રધાન માનવામાં આવશે.

બાર્નિયરે અવિશ્વાસ પ્રસ્તાવ પહેલા તેમના છેલ્લા ભાષણમાં કહ્યું હતું - ફ્રાન્સ અને ફ્રેન્ચની સેવા કરવી મારા માટે સન્માનની વાત છે.