એનએચએસઆરસીએલ એ MAHSR એમએએચએસઆર કોરિડોર માટે વલસાડ અને બીલીમોરા રેલવે સ્ટેશનની વચ્ચે ઔરંગા નદી પર પુલનું બાંધકામ પૂર્ણ થયું છે. અત્યાર સુધી પૂર્ણ થયેલા આ પાંચમો નદી પુલ છે.પાર, પૂર્ણા, મીંધોળા અને અંબિકા નદીઓ પર પુલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં બૂલેટ ટ્રેનના પ્રોજેકટમાં કુલ 24 નદીના પુલનો સમાવેશ થાય છે. જેમાંથી 20 ગુજરાતમાં અને 04 મહારાષ્ટ્રમાં છે. ગુજરાતમાં 1.2 કિ.મી. ભારતનો સૌથી લાંબો નદી પુલ નર્મદા નદી પર બનાવવામાં આવી રહ્યો છે.મહારાષ્ટ્રમાં 2.28 કિમી લાંબો છે. વૈતરણા નદી પર સૌથી લાંબો પુલ બનાવવામાં આવશે.