કહેવામાં તો બંધુઆ મજૂરી, બાળમજૂરી, બળજબરીથી લગ્નની સમસ્યા દુનિયામાંથી 1981માં ખતમ થઈ ગઈ હતી જ્યારે આફ્રિકી દેશ મરટાનિયા બંધુઆ મજૂરી પર પ્રતિબંધ મૂકનાર છેલ્લો દેશ બન્યો હતો. પણ વ્યવહારમાં આ સામાજિક કલંક યથાવત્ જ નથી પરંતુ સાથે વધી પણ રહ્યો છે.
સંયુક્ત રાષ્ટ્ર, માનવાધિકાર સમૂહ વૉક ફ્રી અને ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ માઈગ્રેશનના નવા રિપોર્ટ મુજબ 2021માં બંધુઆ મજૂરી, બાળમજૂરી અને બળજબરીથી લગ્ન કરનારાઓની સંખ્યા વધીને 5 કરોડ થઈ ગઈ હતી.આ લોકોમાંથી 2.80 કરોડ બંધુઆ મજૂર છે. તે 2016ના 2.49 કરોડથી 31 લાખ વધુ છે. 2.20 કરોડ લોકોએ બળજબરીથી લગ્ન કર્યા છે. 2016માં આ આંકડો 1.54 કરોડ હતો.
બંધુઆ મજૂરી અને બળજબરીથી લગ્નને અનેકવાર દુનિયાના સૌથી ગરીબ દેશો સુધી મર્યાદિત સમસ્યા તરીકે જોવાય છે. પણ રિપોર્ટમાં જણાવાયું છે કે ગત વર્ષે બંધુઆ મજૂરીની વૈશ્વિક ઘટનાઓમાંથી અડધાથી વધુ વર્લ્ડ બેન્કે ધનિક દેશોમાં નોંધી હતી. જોકે ગરીબ દેશોમાં દર 1000 લોકોએ આ દર વધારે છે.
બંધુઆ મજૂરીના 86% કેસ ખાનગી ક્ષેત્રમાં નોંધાયા
રિપોર્ટ મુજબ બંધુઆ મજૂરીના 86% કેસ ખાનગી ક્ષેત્રમાં મળી આવ્યા. બંધુઆ મજૂરોમાં દર 8માંથી એક બાળક છે. તેમાંથી અડધાથી વધુ યૌન હુમલાના શિકાર છે.