નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ આગામી 26 એપ્રિલ 2024થી અમલી બને તે રીતે ડેરિવેટિવ્ઝ ઇન્ડેક્સિસ કોન્ટ્રાક્ટમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે. આ ફેરફાર અનુસાર નિફ્ટી-50ની લોટ સાઇઝ 50થી ઘટાડીને 25 કરવામાં આવી છે.
તેવી જે રીતે નિફ્ટી ફાઇનાન્સિયલ સર્વિસ અથવા ફિનનિફ્ટીનો લોટ પણ 40થી ઘટાડીને 25 કરાયો હતો. નિફ્ટી મિડકેપ સિલેક્ટ અથવા મિડકેપનિફ્ટીનો લોટ 75થી ઘટાડીને 50 કરાયો હતો. બેન્કનિફ્ટીના લોટ સાઇઝમાં કોઈ ફેરફાર કરાયો નથી અને 15નો યથાવત રખાયો હોવાનું એક્સચેન્જનું જણાવવું હતું.
એક્સચેન્જ દ્વારા ઇસ્યૂ કરવામાં આવેલા સર્ક્યુલર અનુસાર, કોન્ટ્રાક્ટ વેલ્યૂને નક્કિ કરવા માટે માર્ચના એક મહિનાના કોન્ટ્રાક્ટના અંડરલાઇન ઇન્ડેક્સની એવરેજ ક્લોઝિંગ ભાવને ગણતરીમાં લેવામાં આવ્યો હતો. નિફ્ટી-50, દરેક સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક, અર્ધવાર્ષિક કોન્ટ્રાક્ટ જે 26 એપ્રિલના રોજ પૂર્ણ થયા બાદ નવા સુધારીત લોટ મુજબ કામકાજ કરવાના રહેશે.
પ્રથમ કોન્ટ્રાક્ટ મે 2024નો રહેશે, જેમાં નવા સુધારીત લોટ અમલી બનશે. જોકે, એપ્રિલ સિરિઝ માટેના કોન્ટ્રાક્ટ સાઇઝમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યા. એક્સેચન્જે અગાઉ ડેરિવેટિવ્ઝમાં સમાવિષ્ઠ 182 શેરોમાંથી 54 વ્યિક્તગત શેરોના કોન્ટ્રાક્ટ સાઇઝમાં ફેરફારની જાહેરાત કરી હતી.