સાણથલી આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્યમાન આરોગ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રોગોના નિદાન માટે લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને કેમ્પનો લાભ લીધો હતો. આ તકે પર્યાવરણની જાળવણી માટે ખાસ તકેદારી રાખવામાં આવી હતી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. સાણથલી ગામમાં સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આયુષ્માન આરોગ્ય મેળો રખાયો હતો, તેમાં ગામના તમામ સમાજના લોકો નાં જીવન સુખમય બની રહે તેવા આશયથી તમામ રોગનાં નિષ્ણાત ડોકટરો દ્વારા સારવાર અર્થે તમામ સારવાર અને નિદાન કરવામાં આવ્યું હતું. તેમાં આ વિસ્તારમાં રહેતા લોકોને આરોગ્ય વિભાગ દ્વારા સેવાકીય કામગીરી હાથ ધરાઇ હતી અને તમામ સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, મિત્રો, માતાઓ, બહેનોએ હાજરી આપી હતી. હોસ્પિટલમાં વૃક્ષારોપણનો પણ કાર્યક્રમ યોજાયો હતો.