Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

‘અપને વાલી લડકી એક હિન્દુ છોકરે કે સાથ દેખી ગઇ હૈ’ કહી આર્મી ગ્રૂપ ઓફ મહેદી ગ્રૂપમાં સંદેશો મોકલી અને મુસ્લિમ યુવતી-હિન્દુ યુવકનું નામઠામ પૂછી ઉશ્કેરીજનક વીડિયો વાઈરલ કરાયો હતો. જેમાં મુસ્લિમોને મદદના બહાને મોરલ પોલિસિંગ દ્વારા કોમી શાંતિ ભંગ કરવાના પ્રયાસના ષડ્યંત્રનો પર્દાફાશ થયો છે. ઘટનામાં 3 ગ્રૂપ એડમીનની ગોત્રી પોલીસે ધરપકડ કરી છે. ગ્રૂપમાં 600 જેટલા સભ્યો હોવાનું મનાય છે. જે પૈકી 50ને નિવેદન આપવા બોલાવ્યા છે.


તહેવારોને ધ્યાનમાં રાખી પોલીસ સોશિયલ મીડિયા પર વોચ રાખી રહી છે ત્યારે મુસ્લિમ યુવતી અને હિન્દુ યુવકનું નામઠામ પૂછી ઉશ્કેરાટભર્યો વીડિયો વાઈરલ થયો હતો. જે બાદ પોલીસે આર્મી ગ્રૂપ ઓફ મહેદીના એડમીન મુસ્તકીમ ઇમ્તિયાઝ શેખ (સુથાર ફળિયા, ફતેપુરા), બુરહાનબાબા નન્નુમિયાં સૈયદ (હિના કોમ્પ્લેક્સ, પાણીગેટ) અને સાહિલ સહાબુદીન શેખ (પીરામીતાર મહોલ્લો, રાજમહેલ રોડ)ની ગોત્રી પોલીસે અટક કરી હતી. ત્રણેવે ગ્રૂપ ડિલીટ કરી દીધું હતું.

ડીસીપી ઝોન-2 ના. પોલીસ કમિશનર અભય સોનીએ કહ્યું કે, કેટલાક માસથી ત્રણેવે ગ્રૂપ બનાવી નેટવર્ક ઊભું કર્યું અને વીડિયો વાઇરલ કરી કોમી ભડકો કરાવવા પ્રયાસ કરતા હતા. ફોન એફએસએલને મોકલી ડિલીટ કરાયેલા વીડિયો મેળવાશે. બીજી તરફ તેમણે વાઈરલ કરેલા 5 વીડિયો પોલીસને મળ્યા છે. જ્યારે 3 પરિવારે આ અંગે પોલીસને ફરિયાદ કરી છે. ઉપરાંત દીન બચાવો, બેટી પઢાવો ગ્રૂપમાં પણ વિવાદીત સંદેશા દેખાયા છે.