અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકના ત્રણ વિસ્તારોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. CNN અનુસાર, આ આગ પેસિફિક પેલિસેડ્સ, ઈટન અને હર્સ્ટમાં લાગી હતી. પેસિફિક પેલિસેડ્સમાં સવારે 10 વાગ્યે ઇટોનમાં સાંજે 6 વાગ્યે અને હર્સ્ટમાં રાત્રે 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી.
પેસિફિક પેલિસેડ્સને સૌથી વધુ નુકસાન થયું છે. દોઢ દિવસમાં 3,000 એકરમાં આગ ફેલાઈ ગઈ છે. આગના કારણે 30 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. રિપોર્ટ અનુસાર, પેસિફિક પેલિસેડ્સમાં લાગેલી આ આગ એક મિનિટમાં પાંચ ફૂટબોલ મેદાન જેટલા વિસ્તારને બાળીને રાખ કરી રહી છે.
લોસ એન્જલસે સમગ્ર શહેરમાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. તે અમેરિકામાં સૌથી વધુ વસતી ધરાવતો ભૌગોલિક પ્રદેશ છે. અહીં 1 કરોડ લોકો રહે છે. જંગલમાં ફેલાયેલી આગને કારણે અહીંના લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
કેલિફોર્નિયા પ્રશાસને સામાન્ય લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે. દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડને આર્થિક મદદની જાહેરાત કરી છે.