રાજકોટ મહાનગરપાલિકાની ટી.પી. શાખાએ સ્માર્ટ સિટી વિસ્તાર, મોટામવા અને રૈયામાં ડિમોલિશન હાથ ધર્યું હતું અને અનામત પ્લોટમાંથી દબાણ હટાવાયા હતા. આ કામગીરી આગામી સમયમાં પણ ચાલુ રહેશે. ટી.પી. 32 પ્લોટ નંબર 101માં 4 ચોરડી, પ્લોટ 107માં 3, ઓરડી અને અટલ સરોવર પાસે ખેતીનું દબાણ તેમજ સ્માર્ટ સિટી વિસ્તારમાં ખાલી પ્લોટમાં કરાયેલી કમ્પાઉન્ડ વોલ સહિતનું દબાણ દૂર કર્યું હતું. જ્યારે મોટામવામાં ટી.પી. 16 પ્લોટ નંબર 17માંથી 2 રૂમનું દબાણ દૂર કરાયું છે. ટી.પી. શાખાના જણાવ્યા અનુસાર કુલ 29193 ચોરસ મીટર જગ્યામાંથી દબાણ દૂર કરાયું છે. જેની બજાર કિંમત 53.40 કરોડ રૂપિયા જેટલી થાય છે.