ફિક્સ્ડ ડિપોઝિટ (FD)એ રોકાણની સૌથી લોકપ્રિય પદ્ધતિઓમાંની એક છે. ખાસ કરીને જે લોકો જોખમ લેતા નથી તેમના માટે ફિક્સ્ડ ડિપોઝિટ વધુ સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમે પણ FDમાં રોકાણ કરવા માંગો છો તો રોકાણ કરતા પહેલા તમારે જોઈ લેવું જોઈએ કે કઈ બેંક FD પર વધુ વ્યાજ આપી રહી છે.
FD એ આપણા દેશમાં સૌથી જોખમમુક્ત રોકાણ વિકલ્પ માનવામાં આવે છે. આરબીઆઈ તમામ બેંકો પર નજર રાખે છે.
આવી સ્થિતિમાં અન્ય રોકાણ વિકલ્પોની તુલનામાં એફડીને સલામત અને ખાતરીપૂર્વકનું વળતર રોકાણ માનવામાં આવે છે.
તમે FD સામે લોન મેળવી શકો છો
કારણ કે FD એ સરકારી ગેરંટી જેવી છે. આ સ્થિતિમાં તમે FD પર લોન પણ મેળવી શકો છો. હા, જો તમે લોન ચૂકવવામાં અસમર્થ છો તો લોનની રકમ તમારી FDમાં જમા કરવામાં આવેલી રકમમાંથી બાદ કરવામાં આવશે.
FDની રકમ જેટલો જ મફત જીવન વીમો
કેટલીક બેંકો ગ્રાહકોને આકર્ષવા માટે FD પર મફત જીવન વીમો ઓફર કરે છે. આ જીવન વીમા ગ્રાહકની એફડીની રકમ જેટલી છે. આમાં વય મર્યાદા પણ છે.
જો બેંક નાદાર થઈ જાય તોપણ તમને 5 લાખ રૂપિયા સુધી ચૂકવવામાં આવશે
ઘણી બેંકો તમારી FD પર વીમાકવચ આપે છે, એટલે કે જો કોઈ બેંક નાદાર થઈ જાય તો તમને બેંક FD પર વીમાકવચ મળે છે.
જો તમારી બેંક ડિફોલ્ટ થાય છે અથવા નાદાર થઈ જાય છે, તો તમને આ વીમાકવચ હેઠળ 5 લાખ રૂપિયા સુધી મળશે.
આમાં મુદ્દલ અને વ્યાજ બંનેનો સમાવેશ થશે. એનો અર્થ એ કે તમને ખાતરી આપવામાં આવશે કે તમારા પૈસા ખોવાઈ જશે નહીં.
તમે 5 વર્ષથી વધુની FD પર ટેક્સ છૂટ મેળવી શકો છો
જો તમે 5 વર્ષ કે તેથી વધુ સમય માટે FD રાખો છો, તો તમે ઈન્કમ ટેક્સ એક્ટ-1961ની કલમ 80C હેઠળ તેના પર ટેક્સ છૂટનો દાવો કરી શકો છો.