Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

રાજકોટ રેલવે ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેન રદ કરાશે. 15, 22 અને 29 સપ્ટેમ્બર અને 6 અને 13 ઓક્ટોબરની ટ્રેન નંબર 15635 ઓખા-ગુવાહાટી દ્વારકા એક્સપ્રેસ રદ કરી છે. 11મી, 18મી અને 25મી સપ્ટેમ્બર અને 2જી અને 9મી ઓક્ટોબરની ટ્રેન નંબર 15636 ગુવાહાટી-ઓખા દ્વારકા એક્સપ્રેસ રદ કરી છે. 23 અને 30 સપ્ટેમ્બર અને 7 અને 14 ઓક્ટોબરની ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામાખ્યા રદ કરી છે. 20 અને 27મી સપ્ટેમ્બર અને 4થી અને 11મી ઓક્ટોબરની કામાખ્યા- ગાંધીધામ એક્સપ્રેસ રદ કરી છે. 19મી અને 26મી સપ્ટેમ્બર અને 3જી અને 10મી ઓક્ટોબરની ઓખા-નાહરલાગુન સ્પેશિયલ રદ કરી છે. 23મી અને 30મી સપ્ટેમ્બર તેમજ 7મી અને 14મી ઓક્ટોબરની નાહરલાગુન-ઓખા રદ કરી છે.