શહેરના સર્વેશ્વર ચોકમાં યુવા બિલ્ડર પર ખૂની હુમલો કરી નાસી છૂટેલો દેવાયત ખવડ અને તેના મળતિયા દશ દશ દિવસ સુધી ફરાર રહ્યા બાદ સામેથી હાજર થતાં પોલીસે ધરપકડ કરી ત્રણેયને રિમાન્ડ પર લીધા હતા, હત્યાની કોશિશના ગંભીર ગુનામાં શરૂઆતથી જ પોલીસ ગંભીર નહીં રહ્યાનું ચિત્ર ઉપસ્યું હતું, ખવડે હુમલો કરતા પૂર્વે તેના પરિવારજનોને સલામત સ્થળે ખસેડી દીધા હતા આ અંગેના પુરાવા પોલીસ સમક્ષ હોવા છતાં આરોપીઓ સામે કાવતરાની કલમ ઉમેરવામાં આવી નહોતી.
બિલ્ડર પર ખૂની હુમલો કર્યો હતો
બિલ્ડર મયૂરસિંહ સંપતસિંહ રાણા સર્વેશ્વર ચોક નજીક હતા ત્યારે દેવાયત ખવડ, તેના મળતિયા સાથે કારમાં ધસી આવ્યો હતો અને ધોકા પાઇપથી ખૂની હુમલો કરી ત્રણેય આરોપી નાસી ગયા હતા, મયૂરસિંહ રાણા અને લોકસાહિત્યકાર દેવાયત ખવડ વચ્ચે પાર્કિંગના મુદ્દે થયેલી માથાકૂટ તમામ હદ વળોટી ગઇ હતી અને બંને પક્ષે એકબીજા પર તેમજ પરિવારની મહિલાઓ પર ટિપ્પણીઓ થવા લાગતા મામલો ઉગ્ર બન્યો હતો અને દેવાયતે મળતિયાઓ સાથે મળી બિલ્ડર મયૂરસિંહ પર ખૂની હુમલો કર્યો હતો.
છેલ્લા એક વર્ષથી ચાલતી તકરા
આ ઘટના બાદ સામેથી દેવાયત ખવડ અને તેના મળતિયા કિશન દિલીપ કુંભારવાડિયા તથા હરેશ ઉર્ફે કાનો દેવરાજ ઘેડ હાજર થતાં ત્રણેયની ધરપકડ કરી રિમાન્ડ પર લીધા હતા. આરોપીઓ દશ દશ દિવસ સુધી ફરાર રહ્યા હતા છતાં પોલીસ તેને નહીં પકડી શકતા એ મુદ્દે જ લોકોને પોલીસની નીતિ રીતિ પર સવાલો થવા લાગ્યા હતા, બીજું બિલ્ડર મયૂરસિંહ સાથે છેલ્લા એક વર્ષથી ચાલતી તકરારને કારણે દેવાયતે મળતિયા સાથે મળી હુમલો કર્યો હતો, મયૂરસિંહ તેની ઓફિસેથી નીકળ્યા અને પાર્ક કરાયેલી કાર પાસે જતા હતા.