બજેટ ગ્રોથ-ઓરિએન્ટેડ રહ્યું છે. તેમણે મૂડી ખર્ચમાં તીવ્ર વૃદ્ધિની જોગવાઈ કરી છે. ઊંચા બેઝ પર સરકારનો ખર્ચ 33 ટકા વધારી 10 લાખ કરવાથી માગને મજબૂતીમાં સહાયતા મળશે. શેરબજારના પરિપ્રેક્ષ્યમાં જોઈએ તો ઊંચો મૂડી ખર્ચ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ સાથે કોમોડિટીઝ કંપનીઓના લાભમાં રહેશે. વિવિધ કાચી-સામગ્રી પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાથી સ્થાનિક મેન્યૂફેક્ચરિંગને વેગ મળશે. મેન્યૂ.ક્ષેત્રે દેખાવ સુધારાતરફી બની શકે છે તેવો નિર્દેશ ગોલ્ડમાઇન સ્ટોક્સ પ્રા.લિ.ના ડિરેક્ટર સમીર ગાંધીએ વ્યક્ત કર્યો હતો.
બજાર પર કોઇ નવું ભારણ ન આવતા ફાયદો
સરકારે નોન-યુલિપ લાઇફ ઇન્શ્યોરન્સ પ્લાન પરના ટેક્સ આર્બિટ્રેજને દૂર કર્યો છે. અગાઉ મેચ્યોરિટી દરમિયાન જે ફંડ મળતું તે કરમુક્ત હતું. જો કે, 1 એપ્રિલ, 2023થી ULIPs વગરની કોઇપણ જીવન વીમા પોલિસી પ્રીમિયમ રૂ.5 લાખથી વધુ હોય, ત્યારે પાકતી મુદત દરમિયાન જે રકમ મળે તેના પર વ્યક્તિગત ટેક્સ સ્લેબના આધારે ટેક્સ લાગશે.સરકારનું બજેટ બજાર માટે કોઇ નવા ટેક્સ ભારણ વિનાનું રહેતા ફાયદો મળ્યો.> પાર્થ પારેખ, રિસર્ચ એનાલિસ્ટ-પ્રુડેન્ટ બ્રોકિંગ સર્વિસ