દક્ષિણ કોરિયામાં સોમવારે હજારો શિક્ષકોએ તેમના અધિકારો માટે દેખાવો કર્યા હતા. રાજધાની સિયોલમાં 50 હજાર શિક્ષકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની માંગ છે કે માતા-પિતાઓ દ્વારા હેરાનગતિથી બચાવવા માટે કાયદો બનાવવામાં આવે, તેના કારણે ઘણા શિક્ષકોએ જીવ ગુમાવ્યો છે.
જુલાઈમાં દક્ષિણ કોરિયામાં એક શિક્ષકે આવી જ હેરાનગતિને કારણે આત્મહત્યા કરી હતી. આ પછી ઘણા શિક્ષકોએ ખુલાસો કર્યો છે કે વિદ્યાર્થીઓને શિસ્તબદ્ધ કરવાને કારણે તેમને બાળ યૌનશોષણ જેવા મામલાઓનો સામનો કરવો પડે છે.