કેન્દ્ર સરકારે બાંગ્લાદેશ સરહદ પરની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉચ્ચ સ્તરીય સમિતિ રચી છે. ગૃહમંત્રી શાહે કહ્યું કે સમિતિ બાંગ્લાદેશના અધિકારીઓ સાથે સંપર્કમાં રહીને હિન્દુઓ અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરશે.
સમિતિની અધ્યક્ષતા બીએસએફ (પૂર્વ કમાન)ના એડીજી કરશે. દરમિયાન કૂચબિહારના સિટાલકૂચીમાં શુક્રવારે બાંગ્લાદેશથી મોટી સંખ્યામાં લોકોએ ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.