Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતો યુવક બેંકમાં નોકરી માટે ઇન્ટરવ્યૂ આપવા જઇ રહ્યો હતો ત્યારે અચાનક જ નાનામવા રોડ પર ઢળી પડ્યો હતો. હાર્ટફેઇલ થવાથી તેનું મૃત્યુ થયું હતું. આનંદનગર કોલોનીમાં રહેતો નિમિત મુકેશભાઇ સાદરાણી (ઉ.વ.23) સોમવારે સાંજે નાનામવા રોડ પર આવેલી બેંકે ઇન્ટરવ્યૂ આપવા નીકળ્યો હતો. નિમિત નાનામવા રોડ પર અજમેરા શાસ્ત્રીનગર પાસે પહોંચ્યો હતો ત્યારે અચાનક જ ઢળી પડ્યો હતો અને બેભાન થઇ ગયો હતો, તેને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ થયું હતું.


ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસની ટીમ દોડી ગઇ હતી. પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, બગસરાનો વતની નિમિત બે ભાઇમાં મોટો હતો. તે રાજકોટમાં રહી લક્ષ્મીવાડીમાં કાપડની દુકાનમાં નોકરી કરતો હતો. પરિવારના આધારસ્તંભ સમા યુવાન પુત્રના અચાનક મોતથી સાદરાણી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી. હાર્ટફેઇલથી યુવકનું મૃત્યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છેકે, ખોખડદળ નજીક મુકેશ પાર્કમાં રહેતા જેસ્મીન મુકેશભાઇ વઘાસિયા નામના 24 વર્ષના યુવકનું સોમવારેહાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. બીજા દિવસે 23 વર્ષના નિમિતનું હાર્ટફેઇલ થઇ ગયું હતું.