Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

સ્થાનિક શેરબજારમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)નો પ્રભાવ સતત ઘટી રહ્યો છે. દેશની લિસ્ટેડ કંપનીઓમાં વિદેશી રોકાણકારોનો હિસ્સો 18%થી નીચે પહોંચ્યો છે, જે ડિસેમ્બર 2012 પછી સૌથી નીચો છે. ડિસેમ્બર 2020થી આ વર્ષે માર્ચ સુધી જ્યારે એનએસઇ પર લિસ્ટેડ કંપનીઓમાં FPIsનો હિસ્સો 3.5% ઘટ્યો છે ત્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (DIIs) નો હિસ્સો 2.5% વધ્યો છે.


પ્રાઇમ ડેટાબેઝના અહેવાલ અનુસાર નાણાકીય વર્ષ 2023-24ના છેલ્લા ક્વાર્ટરમાં એટલે કે માર્ચ સુધી એનએસઇ પર લિસ્ટેડ કંપનીઓમાં FPIનો હિસ્સો ઘટીને 17.68% પર આવી ગયો. ડિસેમ્બર 2020માં તે 21.21% ના રેકોર્ડ સ્તરે હતું. પરંતુ તે દરમિયાન આ કંપનીઓમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોનો હિસ્સો 13.58% થી વધીને 16.05% થયો છે. તેમના શેર વચ્ચેનો તફાવત ઘટીને માત્ર 1.62% થયો છે જે ત્રણ વર્ષ અને ત્રણ મહિના પહેલા 7.63% હતો.

બીજી તરફ નેશનલ સ્ટોક એક્સેચન્જ પર લિસ્ટેડ કંપનીઓમાં સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડનો હિસ્સો પણ 8.92% સાથે નવી ટોચે પહોંચ્યો છે. જે ગત વર્ષે ડિસેમ્બર 2023 દરમિયાન 8.81% રહ્યો છે. આ પાછળનું કારણ વર્ષ 2024ના પહેલા ક્વાર્ટર દરમિયાન તેમાં રૂ.81,539 કરોડનો વધારો છે. LICએ પણ કંપનીઓમાં તેનું રોકાણ વધાર્યું છે. LIC 280 કંપનીઓમાં 1%થી વધુ હિસ્સો ધરાવે છે.