2 હજારની ચલણી નોટ જમા કરવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર હતી. શનિવારે આ નોટ જમા કરવાનો છેલ્લો દિવસ છે. શહેરમાં 3500 કરોડ રૂપિયાથી વધારેની 2 હજારની નોટ જમા થઈ છે. હવે શનિવારે છેલ્લો દિવસ હોવાથી બેંકોમાં વધારે નોટો જમા થયા તેવી સંભાવના જોવામાં આવી રહી છે. બીજી તરફ અમુક બેંકોએ મંદિરોને સૂચના આપી છે કે, તમારી દાન પેટી ખોલીને તેમાં જો 2 હજારની નોટ હોય તો બેંકોમાં જમા કરાવી દે. 30મી પછી બેંકોમાં 2 હજારની નોટ સ્વિકારાશે નહીં.
સ્કોબના વાઈસ ચેરમેન કાનજી ભાલાળાએ કહ્યું હતું કે, ‘બેંકોમાં નોટ બદલવાની પ્રક્રિયા સરળતા પૂર્વક પૂર્ણ થઈ છે. 30મી નવેમ્બર નોટ જમા કરવા માટેનો છેલ્લો દિવસ છે કરન્સી ચેસ્ટમાં બેંકોએ 4 વાગ્યા સુધીમાં નોટો જમા કરવાની છે. એટલે કો.ઓપરેટિવ બેંકો 3.30 વાગ્યા સુધી જ નોટ લેશે.’